ક્રાઇમ:આવાસમાં ઘર અપાવવાનું કહીને ઠગાઇ કરનાર 3 સામે ગુનો દાખલ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 17 લોકો પાસેથી 6.65 લાખ પડાવ્યા હતા

સરકારી આ‌વાસમાં ઘર અપાવવાની લાલચ આપીને ફોર્મ ભરી 17 લોકો પાસેથી રૂ.6.65 પડાવી લઇ છેતરપિંડી કરનાર મહિલા સહિત 3 ઠગો સામે અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો છે. અમરોલી કોસાડ આવાસમાં રહેતા સંજય રવજી સોલંકી,કંચન રાજુ ગોહીલ અને રમેશ ભગવાન ચૌહાણે સરકારી આવાસમાં ઘર અપાવવાના નામે ફોર્મ ભરવાની સાથે તેમને કમિશન પેટે રૂ.35000થી 40000ની માંગણી કરી હતી. અમરોલી કોસાડ આવાસમાં રહેતા લીલાબેન મનજીભાઇ પટણી સહિત 16 લોકો પાસેથી આ ટોળકીએ ફોર્મ ભરીને પૈસા લઇ લીધા હતા.

સંજય તેના સાથી કંચન અને રમેશ પાસે ફોર્મ ભરાવીને પૈસા લઇ લેતો હતો અને આ લોકોને ફોર્મ ભર્યાની બોગસ રસીદ પણ આપતો હતો. ટોળકીએ લોકો પાસેથી રૂ.6,65,300 લીધા હતા. આવાસના થયેલા ડ્રોમાં આ લોકોના નામ નહીં આવતા તેમણે સંજય અને તેના સાથીઓ પાસેથી પૈસાની માંગણી કરી હતી. સંજયે પૈસા ચુકવી દેવા એફીડેવીટ પણ કરી આપી હતી. પરંતુ પૈસા નહીં આપતા ટોળકી વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...