તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મતના મુદ્દે ઇચ્છાપોરમાં સમર્થકો વચ્ચે મારામારી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરત પાલિકાની ચૂંટણીના એક દિવસ પહેલા ઇચ્છાપોરમાં અપક્ષ અને ભાજપના ઉમેદવારોના સમર્થકો વચ્ચે ધીંગણું મચ્યું હતું. ઇચ્છાપોર ગામના માજી સરપંચ યોગેશ પટેલે પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.1 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ વિસ્તારમાં તેમની રેલી અને સભા થઇ રહી છે.

શુક્રવારે રાત્રે ભેસાણમાં ઢાબા પાસે યોગેશના સમર્થકો પ્રચાર માટે ગયા હતા.અને ઢાબા પર રહેલા લોકોને મત આપવા કહેતા હતા. ત્યારે ભાજપના સમર્થકો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ અદાવતમાં બંને જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. વિક્કી પટેલે ભાજપના સમર્થકો દિપક, રોહિત, રવિ, અજીત અને આકાશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે દિપક રાજપુતે યોગેશના સમર્થકો વિક્કી, સની, પકો સહિતના 10 વિરૂદ્ધ ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...