તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Fighting For The First Time In Gujarat, AIMIM Chief Owaisi Said In Surat, "I Am A Laila Of Politics, We Have Come To Build Our Existence, Not To Benefit The BJP."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:ગુજરાતમાં પ્રથમવાર ચૂંટણી લડતા AIMIMના વડા ઓવૈસીએ સુરતમાં કહ્યું,'હું રાજકારણની લૈલા છું, ભાજપને ફાયદો કરાવવા નહી અમારૂં અસ્તિત્વ ઉભું કરવા આવ્યા છીએ'

સુરત2 મહિનો પહેલા
ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરતાં ઓવૈસીએ કહ્યું કે, અમે અમારું અસ્તિત્વ ઉભું કરવા આવ્યા છીએ.
  • ભરૂચ જતા પહેલા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, અમારી ગેરહાજરીમાં પણ ગુજરાતમાં ભાજપ જીતે છે
  • ગુજરાતના રાજકારણમાં પ્રથમવાર બીટીપી સાથે મળીને ચૂંટણી લડવા ઓવૈસીના પક્ષની એન્ટ્રી થઈ છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકીય માહોલ બરાબર ગરમાયો છે. આ વખતની ચૂંટણીમાં સૌથી વધુ ધ્યાન બીટીપી અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન કરીને ખેંચ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ઓવૈસીએ સુરત એરપોર્ટ પર કહ્યું કે, અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યાં છીએ. અમારું ગઠબંધન થયું હોવાથી હવે અમે અહિં પણ અમારૂં અસ્તિત્વ ઉભું કરીશું. ભરૂચ જતા અગાઉ ઓવૈસીએ કહ્યું કે, ભાજપને જીતાવડાના અમારા પર આરોપ લાગે છે તે તદ્દન ખોટું છે અમારી ગેરહાજરીમાં પણ ત્રણ દાયકાથી અહિં ભાજપ જીતે છે. હું રાજકારણની લૈલા છું. બધા જ મને ચાહે છે. ગુજરાતના લોકો પણ અમને પ્રેમ આપશે અને અમે જીતીશું.

ઓવૈસીએ કહ્યું કે, અમને ગુજરાતના લોકોનો પણ પ્રેમ મળશે તેવી આશા છે.
ઓવૈસીએ કહ્યું કે, અમને ગુજરાતના લોકોનો પણ પ્રેમ મળશે તેવી આશા છે.

અમે કોઈને ફાયદો કરાવતા નથી-ઓવૈસી
ભરૂચ જતા અગાઉ સુરત એરપોર્ટ પર ઉતરેલા ઓવૈસીએ કહ્યું કે, અમે ભાજપને ફાયદો કરાવવા કે કોંગ્રેસને નૂકસાન કરાવવા માટે રાજકારણમાં નથી આવ્યા અમે તો અમારૂં અસ્તિત્વ ઉભું કરવા માટે રાજકારણમાં આવ્યા છીએ. આગામી સમયમાં અમે ગુજરાતમાં પણ અમારી વાત રજૂ કરીશું લોકોને પ્રેમ અમને પણ મળશે તે વાત ચોક્કસ છે.

એરપોર્ટ પર આવેલા ઓવૈસીનું લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર આવેલા ઓવૈસીનું લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું.

ગુજરાતમાં જીતની આશા વ્યક્ત કરી
ઓવૈસીએ કહ્યું કે, અમે ગુજરાતમાં પ્રથમવાર આવ્યા છીએ. અમારો પક્ષ નવો છે ગુજરાત માટે એટલે બીટીપી સાથે વિચારધારાનું ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છીએ અમે આશા રાખીએ છીએ કે અમને જીત મળશે. ભરૂચ બાદ અમદાવાદમાં પણ લોકોને મળીને સભા સંબોધવામાં આવશે તેમ ઓવૈસીએ કહ્યું હતું. એરપોર્ટ પર ઓવૈસીના સમર્થકોએ ફૂલોના હાર અને પુષ્પગુચ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો