• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Fight For Supremacy At Swaminarayan Temple In Pune, Surat, Talk Of Taking Over The Temple In The Hands Of Rakesh Prasad Trust

મંદિરમાં માથાકૂટ:સુરતના પુણાના સ્વામિનારાયણ મંદિરમાં વર્ચસ્વની લડાઈ, રાકેશપ્રસાદ ટ્રસ્ટના હસ્તકમાં મંદિર લેવાની વાતે હરિભક્તોમાં રોષ, પોલીસ બોલાવાઈ

સુરત3 મહિનો પહેલા
સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તોની માથાકૂટ સર્જાઈ હતી.
  • મંદિરમાં હરિભક્તોએ એકઠા થઈને વિરોધ કરતાં મામલો તંગ થયો હતો
  • હરિભક્તોએ કહ્યું હતું કે રાકેશ પ્રસાદના લોકો અમને મંદિરમાં ધૂન કરતાં રોકે છે

સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલના ગાદીપતિ રાકેશપ્રસાદ મહારાજ અને અજેન્દ્રપ્રસાદ મહારાજ વચ્ચે વર્ચસ્વની લડાઇ છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલી રહી છે. આ લડાઈની વચ્ચે અનેક રાજકીય અને કાયદાકીય કાવાદાવાઓ સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત સુરતના પુણાના વિસ્તારના શંકરનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં વિવાદ સામે આવ્યો છે. પુણા વિસ્તારના આ મંદિરને રાકેશપ્રસાદ મહારાજના ટ્રસ્ટમાં સમાવી લેવામાં આવ્યા હોવાની વાત ચાલી રહી છે, જેને લઇને હરિભક્તોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. મંદિરમાં દર્શન કરતાં રોકવા અને ધૂન ન કરવા દેવાના આક્ષેપ સાથે હરિભક્તોએ વિરોધ કરતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

મંદિરમાં હરિભક્તોએ દર્શન અને ધૂન ન કરવા દેવાતી હોવાની ફરિયાદ કરી હતી.
મંદિરમાં હરિભક્તોએ દર્શન અને ધૂન ન કરવા દેવાતી હોવાની ફરિયાદ કરી હતી.

સંત રાકેશપ્રસાદ તરફ જતાં વિવાદ
અજેન્દ્રપ્રસાદના સમર્થક આ મંદિરના જે સાધુ હતા તેઓ રાજેન્દ્રપ્રસાદ તરફ જતા રહ્યા છે. તેથી આ મંદિરનો વહીવટ કરતા હતા તેઓ અજેન્દ્રપ્રસાદને છોડી દેતાં વિવાદ સામે આવ્યો છે. મંદિરની જે સંપત્તિ છે એ હરિભક્તોના નામ પર છે. જે હરિભક્તોનાં નામ પર આ સંપત્તિ છે તે પૈકીના પણ કેટલાક રાકેશપ્રસાદ તરફ જતા રહેતાં વિવાદ વધુ વકર્યો છે. મંદિર પર કબજો જમાવવાની હોડ એક જ સંપ્રદાયના સંતોની વચ્ચે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. વડતાલ તાબા હેઠળનાં મંદિરોમાં પણ અનેક પ્રકારના વિવાદો દેશભરમાં જોવા મળી રહ્યા છે.

પોલીસે મામલો તંગ ન બને એ માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસે મામલો તંગ ન બને એ માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

મહિનાથી વિવાદ ચાલે છે
પુણા વિસ્તારના શંકરનગરમાં આવેલા મંદિરમાં અજેન્દ્રપ્રસાદ મહારાજના સમર્થક ભક્તો જ્યારે મંદિરમાં ધૂન ગાવા માટે જાય છે અથવા તો દર્શન કરવા માટે જાય છે ત્યારે તેમને રોકવામાં આવે છે અથવા તો મંદિરમાં વધુ સમય માટે બેસવા દેવામાં આવતા નથી, એ પ્રકારના આક્ષેપ સાથેની ફરિયાદ સામે આવી રહી છે. જ્યારે પણ અજેન્દ્રપ્રસાદ સમર્થક મહિલાઓ મંદિરમાં ધૂન કરવા માટે પહોંચે છે ત્યારે તેમને મંદિરમાંથી વહેલા બહાર જવા માટે કહેવામાં આવે છે, જેને કારણે એક મહિનાથી આ વિવાદ સતત જોવા મળી રહ્યો છે.

વિરોધપ્રદર્શનને પગલે પોલીસને બોલાવવામાં આવી હતી.
વિરોધપ્રદર્શનને પગલે પોલીસને બોલાવવામાં આવી હતી.

સમર્થકોમાં ઝઘડો
મળેલી માહિતી મુજબ, મંદિરની સંપત્તિ જે હરિભક્તોના નામ પર છે તે પૈકીના બે જેટલા હરિભક્તો રાકેશપ્રસાદ મહારાજ તરફ ગયા છે અને અન્ય ત્રણ જેટલા હરિભક્તો અજેન્દ્રપ્રસાદ સાથે છે. એ પ્રકારની વાતો જાણવા મળી છે. હરિભક્તોના નામ પર રહેલી સંપત્તિઓ સાધુ-સંતો પોતાના તાબામાં રાખવા માટે તેમને સાથે લઇને ચાલતા હોય છે. મંદિરની અંદર છેલ્લા એક મહિનાથી આ વિવાદ શરૂ થતાં હરિભક્તો અને રાજેન્દ્રપ્રસાદ સ્વામીના સમર્થકો વચ્ચે ઝઘડા આવો ચરમસપાટીએ પહોંચી રહ્યા છે. આજે સ્થિતિ વધુ વકરતાં પોલીસં ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

વિરોધ કરતી મહિલાઓએ મંદિરમાં ધૂન શરૂ કરી દીધી હતી.
વિરોધ કરતી મહિલાઓએ મંદિરમાં ધૂન શરૂ કરી દીધી હતી.

અગાઉ દાન ધર્માદાનો વિવાદ વકરેલો
આ અગાઉ પણ રાકેશપ્રસાદ મહારાજ અને અજેન્દ્રપ્રસાદ વચ્ચે દાન ધર્માદા દાન મુદ્દે ખૂબ લાંબી લડાઈ શરૂ થઈ હતી. અજેન્દ્રપ્રસાદના સમર્થકો દ્વારા રામપુરા મંદિર ખાતે એક મહિના સુધી વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાકેશપ્રસાદ સ્વામીના વિરોધમાં હરિભક્તો દ્વારા મંદિરમાં એક મહિના જેટલા સમય સુધી અખંડ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પણ રાજકીય દખલગીરી બાદ એ વિવાદ કેટલાક સમય માટે શાંત થઇ ગયો હતો, પરંતુ દિન-પ્રતિદિન સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રકારના વિવાદો સામે આવતાં લોકોની આસ્થા પર ઠેસ પહોંચી હોય એવું લાગે છે. પુણા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પર કબજો મેળવવાની રાકેશપ્રસાદ મહારાજ અને અજેન્દ્રપ્રસાદ વચ્ચે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે.

અમને મંદિરમાં નહીં આવવા કહેવાયું છે
અમે જૂના આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના સમર્થકો છીએ.બધા ભક્તોએ ફાળો કરીને મંદિર બનાવ્યું છે. સામેના પક્ષવાળા મંદિરનો વહીવટ પોતાના હસ્તક લેવા માંગે છે. અમને મંદિરમાં નહીં આવવા કહેવાયું છે. અમારે ભજન-દર્શન કરવા ક્યાં જવું. અમે પોલીસમાં ગયા હતા પરંતુ અમારી ફરિયાદ લેવામાં આવી નથી. > કરમશીભાઈ રાસિયા, હરિભક્ત

અમે કોઇને દર્શન કરવાની ના પાડતા નથી
મોટા વરાછા મંદિરના સંતો મૂળ સંપ્રદાયની સાથે જોડાઈ ગયા ત્યારે આ મંદિર પણ વડતાલને સોંપી દેવાનો નિર્ણય કરાયો હતો.કુલ 9 ટ્રસ્ટીમાંથી 6ની સંમતિ અને 1 તટસ્થ છે. માત્ર બે જ ટ્રસ્ટી વિરોધ કરે છે. તેઓ વહીવટ કરવાની માંગ કરી રહ્યા છે. મંદિરમાં સંતોને રહેવા દેતા નથી. અમે કોઈને દર્શનની ના પાડતા નથી. > દેવપ્રકાશદાસજી સ્વામી, ચેરમેન, વળતાલ ટેમ્પલ બોર્ડ,

અન્ય સમાચારો પણ છે...