કડોદરા આગનું LIVE રેસ્ક્યૂ ઓપરેશન:કારીગરો જીવ બચાવવા પાંચમા માળે પહોંચ્યા, બે હાઈડ્રોલિક ક્રેન દ્વારા ફસાયેલા 100થી વધુ કારીગરોને બચાવાયા

સુરત3 મહિનો પહેલા
રેસ્ક્યૂ માટે ફાયર વિભાગની બે હાઈડ્રોલિક કામે લગાડી હતી.
  • કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.

સુરતમાં કડોદરા GIDCની વિવાહ પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી. આગની ઘટના સમયે મોટી સંખ્યામાં કારગીરો હાજર હતા. જેથી અફરાતફરી મચી ગઈ હતી. આગના કારણે કારીગરો જીવ બચાવવા પાંચમા માળે પહોંચી ગયા હતા. જ્યાંથી જીવ બચાવવા માટે મથી રહ્યા હતા. દરમિયાન ફાયર વિભાગે બે હાઈડ્રોલિક દ્વારા 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચવવામાં આવ્યો હતો. જોકે, એક કારીગરે જીવ બચાવવા પાંચમા માળેથી કૂદી ગયો હતો અને નીચે પટકાતા મોતને ભેટ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 15 જેટલા લોકો દાઝી ગયા છે.

ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાનું રેસ્ક્યૂ કર્યું.
ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાનું રેસ્ક્યૂ કર્યું.

આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતની કડોદરા GIDCમાં આવેલી પાંચ માળની વિવાહ પેકેજિંગ કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં પાંચમા માળે આગ લાગતાં ત્યાં કામ કરતાં કેટલાક લોકોએ ઉપરથી કૂદકો મારીને પોતાનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. આગ કયા કારણોસર લાગી એ હજી જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમે બે હાઈડ્રોલિક ક્રેન વડે કામ કરતાં કામદારોને રેસ્ક્યૂ કર્યાં હતાં. જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

કારીગરો જીવ બચાવવા ટેરેસ પર પહોંચી ગયા હતા.
કારીગરો જીવ બચાવવા ટેરેસ પર પહોંચી ગયા હતા.

આગથી બચવા કારીગરો દોડાદોડ કરી મુકી
આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મુકી હતી. આગની ઘટનાનો સુરત ફાયર બ્રિગેડને પરોઢિયે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.

ગ્રાઉન્ડ અને બેઝમેન્ટમાં આગ લાગી હતી.
ગ્રાઉન્ડ અને બેઝમેન્ટમાં આગ લાગી હતી.

જીવ બચાવવા 5મા માળેથી કૂદતા એકનું મોત, એક જીવતો ભુંજાયો
કડોદરા GIDCમાં આગ લાગતા સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. જેને લઈ 5 ફ્લોર પર આવેલા એમ્બ્રોડરીના કારખાનાના કારીગરોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને ભાગદોડ મચી ગઇ હતી. કેટલાક ધાબા પર દોડી ગયા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. હાઇડ્રોલિક ક્રેનની મદદથી 100થી વધુ જણાને બચાવી લેવાયા હતા.