સુરતમાં ઘોડદોડ વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કની સામે આવેલી ત્રણ દુકાનમાં મોડી સાંજે અચાનક આગ ભભુકી ઉઠી હતી. એક દુકાનમાં લાગેલી આગ પ્રસરતા ત્રણ દુકાનમાં લાગી ઉઠી હતી. ઘટનાની જાણ થાય અને કરાતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે કોઈ જાન હાની થઈ ન હતી.
ત્રણ દુકાનમાં આગ
સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્કની સામે આવેલી ત્રણ દુકાનમાં આગ ભભુકી ઉઠી હતી. ઘોડો રોડ વિસ્તારમાં પતરાના શેડમાં બનાવેલી ત્રણ દુકાન આગની ચપેટમાં આવી ગઈ હતી. સ્ટુડિયો, આઇસ્ક્રીમ પાર્લર, અને ફ્રુટની દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ધીમે ધીમે મોટી થઈ જતા અન્ય બે દુકાને પણ તેની ઝપેટમાં લઇ લેતા ત્રણેય દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી.
ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચી
સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા જ અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક દ્વારા ફાયર વિભાગ કરાતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ જેટલી ગાડી સાથેની ટીમ આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
ત્રણેય દુકાનો બળીને ખાખ
જોગર્સ પાર્કની સામે લાગેલી ત્રણ દુકાનમાં આગની ઘટનામાં ફાયરની ટીમ ગણતરીના સમયમાં ઘટના સ્થળે આવી પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ ફાયરની ટીમ દ્વારા કરી દેવામાં આવ્યો હતો. જોકે, ફાયરની ટીમ આગ પર કાબુ મેળવે તે પહેલાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ત્રણેય દુકાન સંપૂર્ણ આગની ચપેટમાં આવી ગઈ હતી. જેને લઇ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ તો મેળવી લેવાયો હતો. પરંતુ ત્રણેય દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ કયા કારણસર લાગી તે પણ જાણી શકાયું નથી.
ફાયારને આગનો કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો
ફાયર ઓફિસ એમ.એન. દવેએ જણાવ્યું હતું કે, રાત્રે 8.08 મિનિટે ફાયારને આગનો કોલ કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. જેને લઇ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી. ત્રણ ફાયર સ્ટેશનની 6 ગાડી આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે આવી હતી. જોકે, તેમાંથી ત્રણ ગાડીના ઉપયોગ બાદ આ કાબુમાં મેળવી લેવાઇ હતી જેને લઇ બે ગાડીને પરત મોકલી દેવાય હતી. અમારી ટીમ અહીં આવી તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, અહીં પતરાની ત્રણ દુકાનો હતી. ફ્રુટની દુકાનમાં આગ લાગ્યા બાદ અન્ય બે સ્ટુડિયો અને આઈસ્ક્રીમની દુકાનોમાં આગ પ્રસરી હતી. જોકે, આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. ફાયરની ટીમે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.