પાંડેસરા મિલમાં ભીષણ આગ:કાપડ મિલમાં વિકરાળ આગથી અફરાતફરી, 15થી વધુ ગાડી ઘટના સ્થળ પર; ફાયરે મેજર કોલ જાહેર કર્યો

સુરત3 મહિનો પહેલા
પાંડેસરાની પ્રયાગરાજ મિલમાં ભીષણ આગ

સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ પ્રયાગરાજ મિલમાં મોડી સાંજે ભીષણ આગ ભભૂકી ઉઠી છે. ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની પંદરથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી આવી છે. આગ બોલવાના પ્રયાસો ફાયર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. ફાયર દ્વારા મિલમાં ભીષણ આગને લઈ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલ તો ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

પાંડેસરા મિલમાં ભીષણ આગ
સુરતના પાંડેસરા જીઆઇડીસીમાં આવેલ પ્રયાગરાજ મીલમાં મોડી સાંજે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. પ્રયાગરાજ મીલ ડાઇન પ્રિન્ટિંગનું કામ કરે છે. મિલમાં કાપડના જથ્થામાં આગ લાગી જતા આગે વિકરાળ થોડું ધારણ કર્યું છે. ત્રણ માળની પ્રયાગરાજ મીલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મિલમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે જો જોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે.

ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
પાંડેસરાના પ્રયાગરાજ મિલમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરાતા પહેલા પાંચ ફાયર થાય તેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, જે રીતે મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તે જોતા ફાયર દ્વારા વધુ ફાયરની ટીમ બોલાવી પડી હતી. જેને પગલે જુદા જુદા ફાયર સ્ટેશનની ગાડીઓ સાથેની ટીમ આગ પર કાબુ મેળવવા માટે બોલાવી હતી. ફાયર કંટ્રોલ માંથી મળતી વિગત મુજબ ઘટનાની જાણ થયા બાદ મજુરા પાંડેસરા અડાજન સચિન સહિતની ફાયર વિભાગની ટીમ આંખ પર કાબુ મેળવવા માટે આગ પર કાબુ મેળવવા પહોંચી આવી હતી. જુદા જુદા ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આવી હતી. બિલમાં રહેલા કાપડને પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઇ આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આગનું સ્વરૂપ જોતા અને જે રીતે ફાયરને જહેમત ઉઠાવી પડી રહી છે, તેને લઇ ફાયર બ્રિગેડ દ્વારા આગનો મેજર કોલ જાહેર કર્યો છે.

આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું
પ્રયાગરાજ મીલમાં લાગેલી આગનો કોલ મળતા જ ફાયની ટીમ ઘટના સ્થળે આ બોલવાની કામગીરીમાં જોડાઈ હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે હાલ કારણ જાણી શકાયું નથી. મિલમાં કાપડનો મોટો જથ્થો હોવાથી શોર્ટ સર્કિટને કારણે કાપડના જથ્થામાં ક્યાંક આગ લાગી હોવાનું અનુમાન સિવાય રહ્યું છે. જોકે, ફાયરની ટીમ તો આગ ઉપર કાબુ મેળવવાનો સતત પ્રયત્ન કરી રહી છે.

સબનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી
પાંડેસરાની પ્રયાગરાજ મીલમાં જે આગની ઘટના બની છે. તેમાં હાલ સુધી કોઈ પણ પ્રકારના જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મિલમાં આ બોલાવવાની કામગીરીમાં ફાયરિંગ ટીમ છે જેમાં અત્યાર સુધી કોઈ પણ કર્મચારી ફસાયો હોય તેવું જાણવા મળ્યું નથી. જોકે, ઘટનામાં મિલમાં રહેલ કાપડનો તમામ જથ્થો બળીને ખાસ થઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.

કુલ 19 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે
ભેસ્તાન, ડીંડોલી, માનદરવાજા, વેસુ, ડુંભાલ મજુરા, કતારગામ, અડાજણ, મોરાભાગળ, પાલનપોર સહિત 10 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી. તમામ ફાયર સ્ટેશનની કુલ 19 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.

મિલમાં લાગેલી આગ કાબુમાં આવી
સુરતના પાંડેસરા જીઆઇડીસી માં આવેલી પ્રયાગરાજ મીલમાં લાગેલી ભીંસણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગે ભારે જેમાં ઉઠાવી પડી હતી. 10 ફાયર વિભાગની 19 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ મોટા ફાયર અધિકારી પહોંચી આવ્યા હતા.સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવી ભારે જેમાં ઉઠાવી આગ ઉપર કાબુ મેળવાયો હતો.મોડી રાત્રે 11 વાગ્યા બાદ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવીને કુલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગને પગલે મનપાના મેયર પણ દોડી ગયા
પાંડેસરા મિલમાં લાગેલી ભીંસા આગ ના સમાચાર વહેતા થતા જ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચી ગયા હતા.મેયર હેમાલીબેન બોઘાવાલા ઘટના સ્થળે પહોંચી તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે નહીં તે પણ તપાસ કરી હતી.જોકે સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ના સમાચાર સામે આવ્યા નથી.આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જમિલમાં કામ કરતા તમામ કર્મચારીઓ બહાર નીકળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...