સુવિધા:તહેવાર વિશેષ સાત ટ્રેનના ફેરા 2022 સુધી વધારાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજસ્થાન તરફ જતી 5 ટ્રેનો પણ સામેલ

રેલવે દ્વારા 7 તહેવાર વિશેષ ટ્રેનના ફેરા વધારાયા છે.દાદર- અજમેર હવે 30 જૂન 2022 સુધી,બાંદ્રા ટર્મિનસ -શ્રી ગંગાનગર 30 જૂન 2022 સુધી અને બાંદ્રા -બિકાનેર 27 જૂન 2022 સુધી દોડાવાશે.દાદર -બિકાનેર 28 જૂન 2022 સુધી, દાદર-ભગત કી કોઠીને 30 જૂન 2022 સુધી અને જયપુર-પુણે 29 જૂન અને ઉદયપૂર -ન્યુ જલપાયગુડીને પણ 27 જૂન 2022 સુધી દોડાવવામાં આવશે.

ગુજરાત એક્સ. સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર
અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.ગુજરાત એક્સપ્રેસ સુપરફાસ્ટ અમદાવાદથી 7.05 કલાકે ઉપડશે.પુરી-વલસાડ સુરત 11.02 વાગ્યે પહોંચશે.જમ્મુતવી -બાંદ્રા વાપી 12.34 વાગ્યે પહોંચશે.વલસાડ-ઉમરગામ અને સંજાણ-સુરત સ્પેશ્યલ 10.25 વાગ્યે સુરત પહોંચશે.વિરાર -ભરૂચ ટ્રેન 10.19 વાગ્યે સાયણ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...