શિલાન્યાસ:સુરતના વેસુમાં આગમોધ્ધારક ધાનેરા આરાધના ભવનમાં મહોત્સવ, 108 શિલાઓને વાસક્ષેપ કરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આચાર્ય ભગવંતોનો વાસક્ષેપ શિલા પર મુકવામાં આવ્યો હતો - Divya Bhaskar
આચાર્ય ભગવંતોનો વાસક્ષેપ શિલા પર મુકવામાં આવ્યો હતો
  • શહેરમાં રહેતા 400 જેટલા પરિવારોએ મહોત્સવમાં લાભ લીધો

સુરતના વેસુ ખાતે આવેલા જોલી રેસીડન્સી પાસે નવા બની રહેલા ઉપાશ્રયનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો હતો. સાગર સમુદાયના સાગરચંદ્રસાગરસૂરિ મહારાજ સાહેબના માર્ગદર્શનથી ઉપાશ્રય બની રહ્યું છે. જેની 108 વાસ્તુ પુન્યશિલા લાભાર્થી પરિવારો દ્વારા સવારે 9-30 થી 11-00 પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ સાહેબ તથા પદ્મયશ સાગર મહારાજ સાહેબ તથા તીર્થચંદ્રસાગર મહારાજ સાહેબ તેમજ સાધુ સાધ્વી ભગવંતોની નિશ્રામાં મુકવામાં આવી હતી.

છ મહિનામાં પાંચ માળનો વિરાટકાય ઉપાશ્રય તૈયાર થઇ જશે
છ મહિનામાં પાંચ માળનો વિરાટકાય ઉપાશ્રય તૈયાર થઇ જશે

400 પરિવારો હાજર રહ્યાં
આ પ્રસંગે સુરતમાં રહેતા 400 જેટલા પરિવારોએ 108 શિલા મુકી હતી જેમાં લાભાર્થી પરિવારો, સંઘના ટ્રસ્ટીવર્યો, કાર્યકર્તાઓ તેમજ જોલી પરિવાર, જશ પરિવાર, એલાન્ઝા પરિવાર, એટમોસ્ફીયર પરિવાર તેમજ આજુબાજુમાં રહેતા તમામ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્રય બનવાથી વેસુમાં વસતા જૈનોને આરાધના કરવા માટેનું ઉત્તમ સ્થળ મળશે
પાશ્રય બનવાથી વેસુમાં વસતા જૈનોને આરાધના કરવા માટેનું ઉત્તમ સ્થળ મળશે

છ મહિનામાં ઉપાશ્રય બની જશે
આ પ્રસંગે 108 આચાર્ય ભગવંતોનો વાસક્ષેપ શિલા પર મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે પદ્મદર્શનવિજયજી મહારાજ સાહેબએ જણાવ્યું હતું કે, જ્યારે વેસુમાં કોઈ ઉપાશ્રય બનાવવા તૈયાર નહોતુ, ત્યારે સાગરચંદ્રસાગરસૂરિએ બીડુ ઝડપીને ઉપાશ્રય નિર્માણ માટેની ટહેલ નાખી હતી. આજે એ કાર્યનો જોરદાર શુભારંભ થઇ રહેલ છે. ભાવિમાં ઘણા આચાર્ય ભગવંતોના ચાતુર્માસ અહી થશે. સંઘના ટ્રસ્ટી સુરેશભાઈ ડી. શાહે જણાવ્યું હતું કે, માત્ર છ મહિનાના ટૂંકાગાળામાં અહી પાંચ માળનો વિરાટકાય ઉપાશ્રય તૈયાર થઇ જશે.આ ઉપાશ્રય બનવાથી વેસુમાં વસતા જૈનોને આરાધના કરવા માટેનું ઉત્તમ સ્થળ મળશે.