ખાતરના ભાવમાં ફરી વખત વધારો કરાયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર 40 કરોડ રૂપિયાનું ભારણ વધશે. આંતરાષ્ટ્રીય લેવલ પર કાચા માલના ભાવોમાં વધારો થવાને કારણે સરકારી અને ખાનગી ફર્ટિલાઈઝર કંપીઓ દ્વારા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એનપીકે ખાતરની 1040 રૂપિયાની ગુણીનો ભાવ 1700 રૂપિયા થયો છે. ખાસ કરીને શેરડીના પાકમાં આ ખાતરનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
એપ્રિલ-2021 માં પોટાશના ભાવ ગુણીએ 850 હતાં જે 1લી જાન્યુઆરી 2022થી સીધા 1700 રૂપિયા થઈ ગયા છે. તેને લીધે સુરત જિલ્લા સહિતના સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં શેરડી પકવતા ખેડૂતોને ટન દિઠ રૂપિયા 40ના ખર્ચનું ભારણ વધશે. ગયા મહિને એનપીકે ખાતરમાં 265 રૂપિયાનો વધારો થયો હતો. ત્યાર બાદ હવે રૂ. 250નો વધારો થયો છે.
કેન્દ્રિય મંત્રી માંડવિયાને રજૂઆત કરાઇ
કોટન ફેડરેશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવો વધતાં કંપનીઓ દ્વારા ભાવોમાં વધારો કરાયો છે. જેથી ખાતર પર સબસિડી આપવા કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાને પણ અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.’
વર્ષ દરમિયાન પોટાશ ખાતરના ભાવમાં આ રીતે વધારો થયો
માસ | ગુણીનો ભાવ |
એપ્રિલ | 850 |
મે | 1000 |
ઓગસ્ટ | 1015 |
સપ્ટેમ્બર | 1040 |
જાન્યુ.-2022 | 1700 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.