ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ:‘અમે બહેનને બચાવીએ તે પહેલા ફેનિલે ચપ્પુ ફેરવી દીધું’, ભાઈની જુબાની લેવાઈ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ગ્રીષ્મા વેકરિયા- ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક ગ્રીષ્મા વેકરિયા- ફાઇલ તસવીર

પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનાર ફેનિલ ગોયાણી સામે કેસમાં મંગળવારે ફરિયાદી ભાઇની જુબાની લેવાઈ હતી. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. ઘટનાને શબ્દો વડે તાજી કરતા ભાઇનું દિલ ભરાય ગયુ હતું.

તેણે કહ્યું કે, આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા જાય એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું. હવે બુધવારે વધુ 4 સાક્ષી ચકાસાશે.

અન્ય સમાચારો પણ છે...