તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Corona Specialist Female Doctor Of Surat Fulfills The Responsibility Of Giving Warmth To The Patients In The Hospital As A Mother At Home As A Mother To The Children

મધર્સ ડે સ્પેશિયલ:સુરતના કોરોના સ્પેશિયાલિસ્ટ મહિલા ડોક્ટરે હોસ્પિટલમાં દર્દીઓને માતા તરીકે અને ઘરમાં બાળકોને મા બનીને હૂંફ આપી જવાબદારી નિભાવી

સુરત4 મહિનો પહેલાલેખક: આશિષ મોદી
કોરોનાકાળમાં માતા અને ડોક્ટર તરીકેની ફરજ બજાવનાર ડો, ખ્યાતિની પરિવાર સાથેની તસવીર.
  • મહિલા ડોક્ટરનું આખું પરિવાર કોરોના સંક્રમિત થતા એક અઠવાડિયા સુધી આંખમાંથી ઉંઘ જાણે ઉડી ગઈ હતી

આજે મધર્સ ડે છે. કુદરતે મનુષ્યના જીવને બચાવવા માટે ભગવાન પછી આ શક્તિ ડોક્ટરોને જ આપી છે, કોરોના કાળમાં દાખલ થતાં દર્દીઓ ભાઈ, બહેન અને માતાનો દરજ્જો આપતા હોય છે. આવા સમયમાં એક મહિલા ડૉક્ટર તરીકે ચોક્કસ અઘરું થઈ જાય છે. જ્યારે આખું પરિવાર કોરોનામાં હોમ ક્વોરન્ટીન હોય છે એક બાજુ સાસુ, સસારા, ડોક્ટર પતિ અને બે જોડિયા બાળકો ઘરમાં માતાની હૂંફ માટે વલખા મારે અને માતા પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચે સંઘર્ષ કરી બન્નેની જવાબદારી પુરી કરે એવી સુરતની મધર્સ વોરિયર્સ ડો. ખ્યાતિ ધવલભાઈ બામણિયા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી કપરાં દિવસોને કંઈ રીતે પાર કર્યા એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

કોરોના હોસ્પિટલમાં જ્યાં ડ્યુટી મળી ત્યાં સાસુ-સસરા દાખલ
ડો. ખ્યાતિ ધવલભાઈ બામણિયા ( ચેસ્ટ ફિજિસિયન એન્ડ કોરોના સ્પેશિયાલિસ્ટ) એ જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં ડ્યુટી મળી હતી. એજ સમયમાં એક પછી એક સાસુ અનસૂયાબેન (ઉ.વ. 66), સસરા નરેન્દ્રભાઈ (ઉ.વ. 72), ડો. પતિ ધવલ અને 4 વર્ષના બે જોડિયા બાળક તમામ કોરોના સંક્રમણમાં આવ્યા હતા. જે ફ્લોર ઉપર ડ્યુટી મળી હતી એ જ ફ્લોર ઉપર સાસુ-સસરાને દાખલ કરાયા હતા. એક બાજુ કોરોનાના દર્દીઓ અને બીજી બાજુ હોસ્પિટલમાં દાખલ અને ઘરમાં હોમ ક્વોરન્ટીન કરાયેલું પરિવાર, પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બન્ને સંઘર્ષમય બની ગઈ હતી. એક અઠવાડિયા સુધી આંખમાંથી ઉંઘ જાણે ઉડી જ ગઈ હોય એવું મહેસુસ થતું હતું.

પરિવારમાં સાસુ-સસરા, પતિ અને બે બાળકો કોરોના સંક્રમિત થયા હતા.
પરિવારમાં સાસુ-સસરા, પતિ અને બે બાળકો કોરોના સંક્રમિત થયા હતા.

પરિવાર અને હોસ્પિટલની જવાબદારીનો સુખદ અનુભવ મળ્યો
વધુમાં જણાવ્યું હતું કે જ્યારે જ્યારે આવો સંઘર્ષ આવતો હોય છે ત્યારે કુદરત ચોક્કસ એનો રસ્તો પણ બનાવતો હોય છે. બીમાર હોવા છતાં મારા પતિ ઘરમાં બાળકોને માની હૂંફ પણ આપતા અને ઘરની સાફ સફાઈથી લઈ રસોઈ સુધીની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અઘરી બની ગઈ હતી. હેલ્પલેસ બની ગઈ હોય એવી અહેસાસ થતો હતો. બે નાઈટ તો ઇમજન્સી કોલ આવ્યા હતા અને બન્ને બાળકોને 101 ડિગ્રી તાવ હતો. બાળકોને મેડિસિન આપી હોસ્પિટલ દોડતી હતી. ત્યાં કામ પૂરૂ થાય એટલે ફરી ઘરે આવીને બાળકોની સાર-સંભાળમાં વ્યસ્ત થઈ જતી હતી. હોસ્પિટલમાં દર્દીઓને માતા તરીકે અને ઘરમાં બાળકોને મા બનીને હૂંફ આપી બન્ને જવાબદારીઓ નિભાવી હોવાનો પહેલો અને સુખદ અનુભવ મળ્યો હતો.

સ્ટાફના લોકોને પણ સતત માર્ગદર્શન આપતા રહે છે.
સ્ટાફના લોકોને પણ સતત માર્ગદર્શન આપતા રહે છે.

ફેમિલી અને પ્રોફેશનલ લાઇફ બેલેન્સ કરવું એક માતા માટે ખૂબ જ અઘરું
વધુમાં જણાવ્યું હતું કે, MBBS અને PG બન્ને સિવિલમાંથી પાસ-આઉટ કરી મહારાષ્ટ્રની મુંબઈ હોસ્પિટલ અને ટાટા હોસ્પિટલમાંથી એક વર્ષની ફોલોશિપ કરી છે. ત્યારબાદ છેલ્લા આઠ (8) વર્ષથી સુરત સિવિલ હોસ્પિટલમાં આસિ. સિનિયર પ્રોફેસર તરીકે ફરજ બજાવી સુરત મેડિકલ ગર્વમેન્ટ કોલેજનું ઋણ ચુકવવાની કોશિશ કરી રહી છું. આજે એ દિવસ ચોક્કસ યાદ આવે છે જ્યારે એક ફ્લોર પર 120 કોરોના પોઝિટિવ દર્દીઓની જવાબદારી વચ્ચે એકલા હાથે આ કપરા સંજોગોમાં ફેમિલી અને પ્રોફેશનલ લાઇફ બેલેન્સ કરવું એક માતા માટે ખૂબ જ અઘરું છે. અત્યારે તો દર્દીઓ પણ જાણે મારા બાળકો જ છે અને આ કોરોનાનો કપરા કાળનો દરેક દિવસ એક ચેલેંજિંગ મધર્સ ડે છે. એક માતા તરીકે મારી તમામ દર્દીઓને એક જ વિનંતી છે કે પોતાનું અને પોતાના પરિવારજનોનું ખૂબ જ ધ્યાન રાખો અને સુરક્ષિત અને સ્વસ્થ રહો. હે્પી મધર્સ ડે ટુ ઓલ.

મહિલા ડોક્ટરને પતિએ પૂરો સહયોગ આપ્યો હતો.
મહિલા ડોક્ટરને પતિએ પૂરો સહયોગ આપ્યો હતો.