તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મહિલા બુટલેગર દારૂના 4 અડ્ડા પર રેઇડ, 11 ઝડપાયા

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂ સહિત 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત
 • બમરોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટક્યું

પાંડેસરા પોલીસ ઉંઘતી રહીને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે બમરોલીની લિસ્ટેડ બુટલેગર મીના પટેલ અને તેના પુત્ર કૃણાલના દારૂના4 અડ્ડાઓ પર રેડ કરી માતા-પુત્ર સહિત 11 જણાને પકડી પાડ્યા હતા. અન્ય 10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. વિજીલન્સે એક લાખથી વધુનો વિદેશી દારૂ, રોકડ 60 હજાર, 11 મોબાઈલ અને 5 વાહનો મળી 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

30મી તારીખે બમરોલી નવી વસાહત, ધંતુરા જકાતનાકા મહાલક્ષ્મી જવેલર્સની ગલીમાં ઈશ્વર નગરમાં પતરાના મકાનમાં અને રાધેકૃષ્ણ નગરના પ્લોટમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેઇડ પાડી હતી. વ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાંથી દેશી દારૂ મળ્યો હતો. રેઇડને પગલે નાસભાગ મચી ગઈ હતી.

સ્થળ પરથી 4 જણા બાઇક મુકીને ભાગી ગયા હતા. વિજીલન્સે કૃણાલ મોહન પટેલ, તેની માતા મીના પટેલ, અક્ષય નટવર પટેલ(ત્રણેયબમરોલી રોડ), રાહુલ ગુપ્તા(પાંડેસરા), ઓમપ્રકાશ ગુપ્તા(ભટાર), શ્યામસુંદર કુરમી(પાંડેસરા), પિન્ટુ પટેલ, મનોજ ખરવાર, ત્રિવેણી ખરવાર(ત્રણેય પાંડેસરા), અવધ ઠાકુર(રહે,રાઘેક્રૃષ્ણાનગર,પાંડેસરા) અને પુરણસીંગ નંદરામ ખટીક(રહે,ગણપતનગર,પાંડેસરા)ની ધરપકડ કરી છે.

આ 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેેલે મીના પટેલના દારૂના જે 4 અડ્ડા પર દરોડા પાડ્યા હતા તેમાં બુડીયાના હર્ષદ રમણ પટેલ, વિદેશી દારૂ સપ્લાય કરનાર મનોજ માલીયો, બે મકાનમાલિકો અને એક પ્લોટ માલિક તેમજ ઘટના સ્થળે બાઇક છોડી ભાગી જનારા 4 બાઇકના માલિકોને ભાગેડું જાહેર કર્યા છે. આ કેસની તપાસ સચિન પોલીસ મથકના પીઆઈ દેસાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો