સુરતમાં અડાજણ વિસ્તારમાં સુરભી ડેરી પાસે આવેલી અભિનવ સોસાયટીમાં જર્જરિત મકાનમાં સ્લેબ પડવાની ઘટના બની હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. પરંતુ ઘટનાને લઈને રહીશોમાં અફરાતફરી મચી જવા પામી હતી.
સદનસીબે મોટી દુર્ઘટના ટળી
અડાજણ સુરભી ડેરી પાસે આવેલી અભિનવ સોસાયટીમાં જર્જરિત બિલ્ડીંગ નંબર 8ના મકાનમાં સ્લેબ પડવાની ઘટના બની હતી. પરિવાર બહાર ગયું હતું તે વેળાએ આ ઘટના બની હતી. જેથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. બીજી તરફ ધડકાભેર સ્લેબ પડતા રહીશોનું ટોળું એકઠું થઇ ગયું હતું. રહીશો દ્વારા આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.
25 વર્ષ જુનું બિલ્ડીંગ
અંદાજીત 25 વર્ષ જુનું બિલ્ડીંગ હતું અને અગાઉ પણ પોપડા પડવાની ઘટનાઓ બની હતી. જોકે આજે સ્લેબ પડ્યો હતો પરંતુ કોઈ સભ્ય હાજર ના હોય મોટી દુર્ઘટના ટળી હતી. આ મામલે મનપાની ટીમને પણ જાણ કરવામાં આવી છે તેમજ મનપા દ્વારા પણ આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
સબ ઓફિસર ગીરીશ સેલરે જણાવ્યું હતું કે 3.25 કલાકે સ્લેબ તૂટી પાડવાનો કોલ મળ્યો હતો. જેથી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્લેબ પડવાની ઘટના બની હતી. અહીં આવી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ જાનહાનિ થવા પામી ના હતી. બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
અગાઉ ઘણીવાર પોપડા પડવા છતાં પાલિકા તંત્ર નિષ્ક્રિય
અવાજ આવતાં રહીશોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે જણાવ્યું કે અંદાજે 25 વર્ષ જૂની બિલ્ડીંગ છે. અગાઉ પણ પોપડા પડવાની ઘટના બની હતી. મનપાની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. 2 રહીશોનું રેસ્ક્યુ કરી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.