તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:સુરતની નર્મદ યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં 35થી 40 ટકા સુધીનો ફી ઘટાડો કરાયો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફી ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફી ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.(ફાઈલ તસવીર)
  • કોરોના સંક્રમણ દરમિયાન કોલેજ બંધ રહી હોવાથી ફીમાં ઘટાડો કરાયો

સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં ફી ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ 35થી 40 ટકા જેટલી ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ દરમિયાન કોલેજ બંધ રહી હોવાથી આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે.

વિદ્યાર્થી સંગઠનોએ ખુશી વ્યક્ત કરી
વિદ્યાર્થી સંગઠન ABVP અને NSUI દ્વારા ફીમાં થયેલા ઘટાડા અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમે અવારનવાર યુનિવર્સિટીમાં રજૂઆત કરી હતી. જેના પગલે આ ફી ઘટાડો થયો છે. અમે આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓના હિતમાં સતત લડતા રહીશું.

વિદ્યાર્થીઓએ કહ્યું હજુ આ ઘટાડો ઓછો છે
રાહુલ નામના વિદ્યાર્થીએ કહ્યું કે,યુનિવર્સિટી દ્વારા ફી ઘટાડો કર્યો છે તે સારી બાબત છે. જો કે આખુ વર્ષ દરમિયાન અમે ભણ્યા નથી ત્યારે આ ઘટાડો ખૂબ ઓછો કહેવાય. કોલેજો દ્વારા 50 ટકાથી ઉપર ફી ઘટાડવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો