આપઘાત:આર્થિક સંકડામણથી કંટાળીને વરાછાના આધેડે ફાંસો ખાધો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આર્થિક સંકડામણથી કંટાળીને વરાછાના આધેડે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આધેડ થોડો સમય પહેલા જ વતનમાં જમીન વેચીને સુરત ધંધો કરવા માટે આવ્યા હતા. જોકે ધંધો બરાબર ન ચાલતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હતું.

મુળ ભાવનગરના તળાજાના કુંભાણીયાના વતની અને વરાછા એ.કે. રોડ અંકુર ચોકડી પાસે અંકુર સોસાયટી ખાતે રહેતા અરવિંદભાઈ રવજીભાઈ જસાણી(50)થોડો સમય પહેલા વતનની જમીન વેચીને સુરત ધંધો કરવા માટે આવ્યા હતા.

તેમણે યોગીચોક નજીક ચા-નાસ્તાની દુકાન શરૂ કરી હતી. જોકે ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. મંગળવારે રાત્રે તેમની પત્ની અને બે પુત્રો દુકાને હતા. ત્યારે અરવિંદભાઈએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...