નિર્ણય:જેલમાં ગેંગવોરની ભીતિ, ગુજસીટોકના આરોપીઓને જુદી જુદી જેલમાં મોકલાશે

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાજપોર જેલ બની ગુજસીટોક હેઠળની ગેંગનો અડ્ડો
  • આરીફ મિંડી ગેંગની જેલ ટ્રાન્સફરની સરકારની અરજી

ગુજસીટોક કાયદો આવ્યા બાદ હાલ પોલીસની કાર્યવાહીના લીધે અનેક ગેંગ જેલના સળિયા પાછળ છે. આથી જેલમાં એક રીતે અનેક માથાભારે ગેંગ જમા થઈ ગઇ છે. આરફી મીંડીથી લઇને સાજુ કોઠારી સુધીની ગેંગ લાજપોર સેન્ટ્રલ જેલમાં હોય હવે સરકાર દ્વારા આ ગેંગને રાજયની જુદી-જુદી જેલમાં મોકલવા અંગેની હિલચાલ શરૂ કરી છે. જેના ભાગરૂપે આરીફ મીંડી ગેંગને અન્યત્ર જેલમાં ટ્રાન્સફર કરવા માટેની અરજી કરવામાં આવી છે. જેની પર આગામી દિવસોમાં સુનાવણી થનાર છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તો બચાવ પક્ષે કલ્પેશ દેસાઈ દલીલો કરશે.

આગામી દિવસોમાં અરજી થશે
સૂત્ર મુજબ, હાલ આરીફ મીંડીના કેસમાં જ જેલ ટ્રાન્સફરની અરજી કરાઈ છે પરંતુ આગામી દિવસોમાં વધુ અરજીઓ થઈ શકે છે. કેમકે જેલમાં આરીફ મિંડી, આસીફ ટામેટા, વિપુલ ગાજીપરા, સાજુ કોઠારી, લાલુ જાલીમ, રાહુલ એપાર્ટમેન્ટ, મનીષ કુકરી સહિતની અનેક ગેંગ છે.

અન્ય સમાચારો પણ છે...