તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:પોલીસની કાર્યવાહીથી કારીગરો ગભરાઈ વતનની રાહ પકડી લેશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગકારોએ કલેક્ટર સામે પોતાની ચિંતા વ્યકત કરી

પાલિકા અને પોલીસ કમિશનરે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા કરેલા સૂચનને અનુરૂપ કારીગરોને એકમોની બહાર ફરવા દેવામાં આવતાં નથી. ત્યારે પોલીસ દ્વારા ઔદ્યોગિક એકમોમાં જઈને કારીગરોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરે છે કે નહીં તેની ચકાસણી કરી દંડ વસુલવામાં આવી રહ્યો છે. પોલીસની કાર્યવાહી અટકશે નહીં તો કારીગરો ગભરાયને વતન જતાં રહેશે તેવી ફરિયાદ ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટરને કરી છે.

કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર ઔદ્યોગિક એકમોમાં કારખાનેદારો માસ્ક, સેનિટાઈઝર્સ, ટેમ્પરેચર ગન જેવી સુવિધાઓ રાખતાં થયા છે.આ ઉપરાંત વીવીંગ એકમોમાં તો આપમેળે જ મશીનો ચલાવતાં કારીગરો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું હોઈ છે. રાત્રિ પાળીમાં કરફ્યુનું પાલન કરીને કારીગરોને એકમની બહાર નીકળવા દેવામાં આવતાં નથી. તેમ છતાં પોલીસ દ્વારા એકમોની અંદર પ્રવેશીને કારીગરો કોવિડના નિયમનું પાલન કરે છે કે નહીં તે ચકાસવામાં આવી રહ્યું છે. આવી ઘટના શહેરની સચિન જીઆઈડીસીમાં બનતાં ઉદ્યોગકારોમાં નારાજગી વ્યાપી છે.

જેને પગલે જિલ્લા કલેક્ટરને પોલીસની કાર્યવાહી અટકાવવા માટે માંગણી કરવામાં આ‌વી રહી છે. આ અંગે સચિન ઈન્ડસ્ટ્રિયલ કો.ઓ. સોસાયટીના માજી સેક્રેટરી મયુર ગોળવાલા જણાવે છે કે, પોલીસની કાર્યવાહીથી એકમધારકોની હેરાનગતિમાં વધારો થઈ શકે છે. કારીગરોમાં પોલીસની કાર્યવાહીથી ભયનો માહોલ બન્યો છે. જો કારીગરો એકવાર આ ચકાસણીથી ગભરાય વતન જવાનું શરૂ કરશે તો ઉદ્યોગકારોની હેરાનગતિ વધશે. જેને પગલે જિલ્લા કલેક્ટરને પોલીસ કાર્યવાહી બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...