મારૂ સુરત:પ્લેગ વખતે શહેર છોડીને ગયેલ લોકોએ ફેલાવેલી અફવાઓથી ડરનો માહોલ વધી ગયો હતો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્લેગ બાદ શહેરની છાપ ખરાબ થઈ ગઈ હતી પરંતુ સ્વચ્છતાએ ફરી નંબર વન બનાવ્યા(ઈન્સેટમાં રવજીભાઈ સાવલિયા) - Divya Bhaskar
પ્લેગ બાદ શહેરની છાપ ખરાબ થઈ ગઈ હતી પરંતુ સ્વચ્છતાએ ફરી નંબર વન બનાવ્યા(ઈન્સેટમાં રવજીભાઈ સાવલિયા)
  • પ્લેગમાં મૃત્યુઆંક ઓછો હતો પણ ડરનો માહોલ ખૂબ હતો
  • પ્લેગ ઝડપથી કાબૂમાં આવી જતા સ્વચ્છતા અભિયાન શરૂ થયેલું

કોરોના મહામારીના સંકટનો સમગ્ર વિશ્વ સામનો કરી રહ્યું છે પરંતુ અઢી દાયકા પહેલા આવેલા કથિત પ્લેગના રોગચાળાનો સુરતે ખૂબ દુઃખદ અનુભવ કર્યો હતો. એ સમયે ઈન્ટરનેટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતો થતો. જેથી લોકો પોતાને મનમાં આવે એટલી વાતો કરતાં હતાં.પ્લેગ બાદ સુરત છોડીને વતન ગયેલા લોકોએ એવી અફવાઓ ફેલાવેલી કે, લોકો લાશ(મૃતદેહ)ને કુદીને બસમાં બેસીને આવ્યાં હોવાની વાત રવજીભાઈ સાવલિયાએ કરી હતી.

કોરોનાની જેમ પ્લેગ બાદ માનસિક ડર વધારે હતો

હાલ કોરોનાના આંકડા જે રીતે વધી રહ્યા છે તેનાથી લોકોમાં જે માનસિક ડર પેદા થયો છે તેવો જ ડર એ વખતે પ્લેગમાં પણ હતો. લોકોને સતત એ જ થયા કરતું કે શું થશે. જો કે, એ ડર ભ્રામક સાબિત થયો હતો. પ્લેગ સુરત પુરતો જ મર્યાદિત રહ્યો હતો અને ખાસ કરીને કતારગામ અને વેડ રોડ વિસ્તારમાં પ્લેગના કેસ વધારે હતાં. આ સિવાયના વિસ્તારમાં તેનો ફેલાવો ખૂબ ઓછો હતો. એટલે ત્યારબાદ એવું પણ મનાતું હતું કે એ પ્લેગ નહીં પરંતુ કોઈ બીજી બીમારી હતી. પ્લેગની એ વખતે દવા ટ્રેટાસાયક્લિન હતી. જો કે કોરોનાના સમયમાં કોઈ દવાન ન હોવાથી લોકો વધારે માનસિક રીતે ડર ફેલાયો હોવાનું રવજીભાઈ સાવલિયાએ જણાવ્યું હતું.

પલાયન ખૂબ થયેલું

નિવૃતિ પછીની પ્રવૃતિમાં જોડાયેલા રવજીભાઈએ જણાવ્યું હતું કે, એ વખતે વસતિ અત્યાર કરતાં ત્રીજા ભાગની હતી. પરંતુ પ્લેગ ફેલાયોની વાતે લોકો દવાનો સ્ટોક કરવા લાગ્યા અને સુરત છોડીને વતન કે અન્ય શહેરો અને અમુક સગવડતાવાળા લોકો હિલ સ્ટેશનથી લઈને હોટલોમાં જતાં રહ્યાં હતાં. હાલના કોરોના સમયમાં પણ લોકો શહેર છોડીને વતન જતાં રહ્યાં છે. કોરોના સમયમાં ધીમે ધીમે સરકારે સગવડતા કરી એમ લોકો ગયા અને પ્લેગ વખતે લોકો જે વાહન મળ્યું તેમાં તાત્કાલિક જતાં રહ્યાં હતાં.

પ્લેગ બાદ સ્વચ્છતાના કામ થતા

અત્યારે તંત્ર દ્વારા કોરોના સામે શિસ્ત જાળવવા અપીલ કરવામાં આવે છે. પ્લેગ વખતે લોકો સ્વયંભૂ ડરના માર્યા લોકો ઘરમાં પુરાઈ રહેતા અથવા તો બહાર નીકળતા તો પણ તકેદારી રાખતાં હતાં. અત્યારે લોકો માસ્ક પહેરે છે. જ્યારે તે વખતે લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સેવાકીય કાર્યો કરતાં હોવાનું જણાવતાં રવજીભાઈએ કહ્યું કે, લોકો જાતે સફાઈ કરતાં ગ્રુપ બનાવી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

શ્રમિકો ભુખ્યા ન રહે તેનું ધ્યાન રખાયું

રવજીભાઈએ ઉમેર્યું કે, શહેરમાંથી એ વખતે લોકો જતા રહ્યા હતાં પરંતુ શ્રમિકો ભુખ્યા ન રહે તે માટે અનાજ અને કરિયાણું અપાતું હતું. અત્યારે રસોડા ધમધમે છે. લગભગ 10 લાખથી વધુને સુરત શહેરમાં રોજ જમાડવામાં આવ્યાનો રેકોર્ડ થયો છે. હજુ પણ લોકો ભુખ્યા ન સુવે તે માટે તકેદારી રાખવામાં આવે છે. જ્યારે પ્લેગ વખતે આટલા બધા દિવસ લોકોને જમાડવા નહોતા પડ્યાં.પરંતુ અમુક જગ્યાએ પ્લેગ બાદ નિરાધાર લોકોને રાશન અપાયું હતું.

પ્લેગ બાદ સુરત સ્વચ્છતામાં અવ્વલ બન્યું

પ્લેગ બાદ સુરતનું તંત્ર સજાગ થયું હતું અને પ્લેગ જેનાથી ફેલાયો તે ગંદકીને સુરતમાંથી દૂર કરીને સ્વચ્છ સુરત બનાવી દેવામાં આવ્યું છે. કોરોનામાં પણ તંત્ર દ્વારા ખૂબ સારી તકેદારી રાખવામાં આવે છે. સેનિટાઈઝ સતત કરવામાં આવી રહ્યું છે. અત્યારે લોકો તંત્રને સાથ આપે છે તેવી રીતે પ્લેગ બાદ પણ લોકો તંત્રની સાથે ખભેખભા મિલાવીને કામ કરતાં હોવાનું કહેતા રવજીભાઈએ કહ્યું કે, જે રીતે પ્લેગને હરાવીને સુરત ખૂબ ઝડપથી બેઠું થયું હતું તે જ રીતે કોરોનાને હરાવીને સુરતીઓ ફરી વિકાસની નવી ગતિને આંબવા જશે. 

અન્ય સમાચારો પણ છે...