તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ધોરણ 10-12ના પરિણામમાં 180 સ્કૂલો ખોટા માર્ક્‌સ મુકે તેવી ભીતિ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમો બનાવી ચેકિંગ શરૂ કર્યું
  • સ્કૂલોનું રિઝલ્ટ સારું દેખાડવા ખોટા માર્ક મૂકે તેવી DEOને શંકા

શિક્ષણ બોર્ડે ધોરણ-10 અને 12ની માર્કશીટ તૈયાર કરવામાં પાછળના ધોરણોની એકમની સાથે સામાયિક કસોટીના માર્ક્સને ધ્યાને લેવાનો નિર્ણય કર્યો છે. તેવામાં જ શહેરની 180 શંકાસ્પદ સ્કૂલ પોતાનું રિઝલ્ટ સારું દેખાડવા માટે ખોટી રીતે માર્ક્સ મૂકશે એવી શંકા જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ વ્યક્ત કરી છે. તેણે એજ્યુકેશન ઇન્સ્પેક્ટરોને તપાસના આદેશ આપ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે 35 સ્કૂલોની તપાસ કરી છે.

17મી સુધીમાં 180 સ્કૂલોની તપાસ થશે
ધો.10 અને 12ની માર્કશીટ તૈયાર કરવામાં કોઈ પણ સ્કૂલ કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં કરવાની સાથે વિદ્યાર્થીઓને નિષ્પક્ષરીતે માર્કશીટ મળે તે માટે અમને ચોક્સાઇ રાખવાનો શિક્ષણ બોર્ડે નિર્દેશ કર્યો છે. 17 જૂન સુધીમાં અમે 180 જેટલી સ્કૂલોમાં જઇને તપાસ કરીશુ. આ સાથે કોઈ પણ સ્કૂલ ખોટી રીતે માર્ક્સ મૂકતી હોય અને વાલીઓને તે મામલે ફરિયાદ હોય તો તે અમને લેખિતમાં અથવા ઇમેલથી ફરિયાદ કરી શકશે. અમારી ટીમ તે સ્કૂલમાં જઈને સંપૂર્ણ તપાસ કરશે. > એચ. એચ. રાજ્યગુરૂ, DEO

આ બાબતોની ચકાસણી કરવામાં આવશે

  • ધો. 10 અને 12ની પરીક્ષા માટેનું ભરેલું ફોર્મ
  • વિદ્યાર્થીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને રજિસ્ટર નોંધ
  • સ્કૂલે બોર્ડમાં જમા કરાવેલા વિદ્યાર્થીના ધો.9ની માર્કશીટની નકલ
  • ધો. 12ની માર્કશીટ માટે ધો.10નું રિઝલ્ટ સાથે ધો. 12ની એકમ અને સામાયિક કસોટીના આધારનું વેરિફિકેશન
અન્ય સમાચારો પણ છે...