તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી લહેરનો ડર:તહેવાર છતાં ત્રીજી લહેરનો ડર, માર્કેટમાં ઉત્પાદન 50 %

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનો ખુલી પણ વેપાર મળી રહ્યો નથી

ફેસ્ટિવલ સિઝન ઓગસ્ટથી શરૂ થઈ રહી છે પરંતુ વેપારીઓ કોરોનાની ત્રીજી લહેરના ડરને કારણે માત્ર 50 ટકા જ પ્રોડક્શન કરી રહ્યા છે. 150થી વધારે ટેક્સટાઈલ માર્કેટની 70 હજાર જેટલી દુકાનોમાં સામાન્ય દિવસોમાં રોજનો 300 કરોડથી ઉપરનો બિઝનેસ થતો હોય છે. કોરોના કાળમાં આર્થિક રીતે મોટું નુકસાન થયું છે.

હાલ દુકાનો ખુલવા છતાં વેપારીઓને માત્ર 10થી 15 ટકા જ બિઝનેસ મળી રહ્યો છે. ઓગસ્ટમાં ફેસ્ટિવલ સિઝન છે. જેમાં સારો એવો બિઝનેસ મળે તેવી અપેક્ષા હોય છે. પરંતુ ત્રીજી લહેરના ડરના કારણે 50 ટકા માલનું જ પ્રોડક્શન થઈ રહ્યું છે.

શહેરમાં હજી 5 લાખથી વધારે કારીગરોની અછત
વેપારીઓ ફેસ્ટિવલ સિઝનની તૈયારી 1-2 મહિના પહેલા જ કરે છે પરંતુ હાલ શહેરમાં 5 લાખ કર્મચારીઓની ઘટ છે. જેના કારણે પણ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

વેપારીઓ ક્ષમતા કરતા અડધું પ્રોડકશન કરે છે
ફોસ્ટના પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે, કારીગરોની તો કમી છે પરંતુ, માર્કેટમાંથી ધંધો પણ મળતો નથી. ત્રીજી લહેર આવવાના ડરે વેપારીઓ પોતાની કેપેસિટી કરતાં 50 ટકા જ માલ બનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...