તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવાઈ ‘સુરતી’ઓ વતનની વાટે:સૌરાષ્ટ્રવાસીઓ સહિત અન્ય પરપ્રાંતિય લોકોમાં લોકડાઉનને લઈને ભયનો માહોલ, માદરે વતન જતા ટ્રાવેલ્સમાં પડાપડી

સુરત5 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર વાસીઓ સહિત અન્ય રાજ્યના લોકો પોતાના વતન તરફ જઈ રહ્યાં છે
  • સુરતમાં સતત વધતા કેસને કારણે પરિસ્થિતિ વણસી શકે તેવા અણસાર
  • તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા
  • લોકોને સરકારના નિવેદનોમાં હવે ઓછો વિશ્વાસ દેખાઈ રહ્યો છે, લોકડાઉન કરશે તેવી બીક
  • કતારગામ, વરાછા, યોગીચોક, સરસાણા જેવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રવાસીઓ સહિત ઉત્તર ગુજરાતીઓ વસે છે

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓમાં કોરોના સંક્રમણને લઈને ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. માત્ર સૌરાષ્ટ્રવાસીઓમાં નહીં પરંતુ અન્ય રાજ્યના લોકોમાં પણ હવે ધીરે ધીરે લોકડાઉનને લઈને ભયનો માહોલ દેખાઈ રહ્યો છે. સુરતથી જતી ટ્રાવેલ્સમાં ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં રોજના વધતા કેસોને કારણે આગામી દિવસોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. આ પ્રકારનો ભય લોકોમાં દેખાઈ રહ્યો છે. જેના કારણે હવે લોકો પોતાના માદરે વતન જવા તરફ ધીરે-ધીરે શરૂઆત કરી દીધી છે.

લોકો પોતાનો તમામ જીવન જરૂરિયાતનો સામાન લઈ વતનની વાટે નીકળી પડ્યાં
લોકો પોતાનો તમામ જીવન જરૂરિયાતનો સામાન લઈ વતનની વાટે નીકળી પડ્યાં

લોકોમાં ફરીથી લોકડાઉન મૂકાશે તેવી બીક
કોરોના સંક્રમણના કારણે સુરતમાં કોરોના પોઝિટિવની સંખ્યા એટલી હદે વધી રહી છે કે, હવે સુરત શહેરની તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલોમાં પણ વેન્ટિલેટર ઉપલબ્ધ થશે કે કેમ તે એક હવે મોટો પ્રશ્ન છે. માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં વિશેષ કરીને અમદાવાદની સ્થિતિ પણ હાલ નિયંત્રણ બહાર જતી હોય તેવું લાગે છે. પરિણામે લોકોને હવે લોકડાઉન સરકાર લાગુ કરશે જ એ પ્રકારની વિચારસણી દેખાઈ રહી છે. ભલે સરકાર લોકડાઉન નહીં કરે એ પ્રકારની વાત કરી રહી છે, પણ લોકોને સરકારના નિવેદનોમાં હવે ઓછો વિશ્વાસ દેખાઈ રહ્યો છે.

મુસાફરોની વધતી જતી સંખ્યાને કારણે ટ્રાવેલ્સવાળાને મોટા પ્રમાણમાં લક્ઝરીની સુવિધા કરવી પડી છે
મુસાફરોની વધતી જતી સંખ્યાને કારણે ટ્રાવેલ્સવાળાને મોટા પ્રમાણમાં લક્ઝરીની સુવિધા કરવી પડી છે

સુરતના અનેક વિસ્તારમાં પરપ્રાંતિયોની સંખ્યા વધારે
સુરતના કતારગામ, વરાછા, યોગીચોક, સરસાણા જેવા વિસ્તારમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો લાખોની સંખ્યામાં રહે છે. આ લોકોને હવે એ પ્રકારનો ભય સતાવી રહ્યો છે કે, મહારાષ્ટ્રની જેમ શરૂઆતના તબક્કામાં શનિ અને રવિવારે લોકડાઉન લાદવામાં આવશે અને ત્યારબાદ તે લોકડાઉનને વધારે લંબાવી દેવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા પણ સરકારને જે નિર્દેશ થયા છે, ત્યારબાદ જો કેસની સંખ્યા સતત વધતી જશે તો ફરી એકવાર લોકડાઉન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યામાં માદરે વતન જઈ રહ્યાં છે
અન્ય રાજ્યના લોકો પણ મોટી સંખ્યામાં માદરે વતન જઈ રહ્યાં છે

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતીઓ પણ વતન તરફ વળ્યાં
સુરત સિવિલ હોસ્પિટલમાં સંક્રમિત થયેલા લોકો કીડીઓની માફક ઊભરાઈ રહ્યા છે. હવે ક્રિટીકલ સ્થિતિમાં હોય તેવા દર્દીઓ પણ ખુબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે. ત્યારે સ્વાભાવિક રીતે જ શહેરમાં ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં રહેતા અન્ય શહેરના ગુજરાતીઓ સહિત અન્ય પ્રાંતના લોકોએ પોતાના વતન ભણી દોટ મૂકી છે. લોકોએ ધીમે-ધીમે વતન તરફ જવાની શરૂઆત કરી દીધી છે.

ટ્રાવેલ્સ બહાર લોકોના ટોળેટોળાં જામ્યાં છે
ટ્રાવેલ્સ બહાર લોકોના ટોળેટોળાં જામ્યાં છે

રત્ન કલાકારોને આર્થિક સંકળામણ પડે તેવી સ્થિતિ
ડાયમંડ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને પણ હવે લાગે છે કે, માર્કેટ બંધ કરશે અથવા તો અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ દિવસ રાખશે અને તેના કારણે આર્થિક સંકળામણની સ્થિતિ પણ પેદા થઈ શકે તેમ છે. તેથી સ્થિતિ વધુ વણસે તે પહેલાં જે લોકો પોતાની રીતે સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જવા માટેની તૈયારી કરી રહ્યા છે. સમગ્ર શહેરનો માહોલ સ્પષ્ટતા વગરનો દેખાઈ રહ્યો છે. એક તરફ સરકાર અને કોર્પોરેશને સખતાઈ બતાવવાનું શરૂ કર્યું છે. માર્કેટમાં જઈને અને શહેરમાં સતત કોરોના સંક્રમણનું સ્તર છે તે ખૂબ વધી ગયું છે. તેના કારણે હવે લોકો પણ માનસિક રીતે ત્રસ્ત થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો