ગંદકીથી સ્થાનિકો પરેશાન:સુરતના લિંબાયતમાં 3 દિવસથી કચરો સાફ ન થતાં રોગચાળો વકરવાની ભીતિ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર જ કચરો ઠાલવી દેવામાં આવેલો એમ ને એમ પડી રહેતા સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી. - Divya Bhaskar
રસ્તા પર જ કચરો ઠાલવી દેવામાં આવેલો એમ ને એમ પડી રહેતા સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરી હતી.
  • કચરામાંથી ફેલાતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા

સુરતના લિંબાયતના મારુતિ સર્કલ પાસે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર રોડ પર કચરાનો ઢગલો પડી રહ્યો હોવાને કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે . શહેરમાં 15 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મુખ્ય માર્ગ પર જ પડેલા કચરાના ઢગલાને કારણે દુર્ગધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે.

કચરાથી રોગચાળો ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
કચરાથી રોગચાળો ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સ્વાસ્થ્યને લઈને ચિંતા
આ પરિસ્થિતિમાં 24 કલાક સેવાનું વચન આપતુ મ્યુનિસિપલ તંત્ર જાણે ઊંઘતું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગંદકીનો ઢગલો સરકારી શાળાની બાજુમાં જ જોવા મળી રહ્યો છે. જેને લઈને દુર્ગંધથી બાળકોના અભ્યાસમાં અસર પડી જ રહી છે પરંતુ સાથે વાલીઓને ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય તો તેને લઈને બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા થઈ રહી છે. જો કે એ વાત પર નકારી ન કરી શકાય એમ નથી કે ૩ દિવસ થી જયારે ગાર્બેજ ઉઠાવાયો નથી તેમ છતાં કેટલાક રહિશો જ અહીં કચરો ઠાલવી પણ રહ્યા છે.

સ્થાનિકોએ કચરાને લઈને રોગચાળીની ભીતિ વ્યક્ત કરી હતી
સ્થાનિકોએ કચરાને લઈને રોગચાળીની ભીતિ વ્યક્ત કરી હતી

દુર્ગંધથી રહીશો પરેશાન
આ અંગે સ્થાનિક રહીશ હુસેનભાઈએ કહ્યું કે , છેલ્લા ૩-4 દિવસથી કચરાનો ઢગલો પડ્યો છે. દુર્ગધના કારણે દુકાનમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે તંત્ર ધ્યાન આપી ગંદકી દુર કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...