નિયમ ઉલ્લંઘન:સુરત એરપોર્ટને નડતરરૂપ બિલ્ડીંગોના કારણે દર 4 દિવસે એક અકસ્માતનો ભય, હજારો લોકોના જીવન જોખમમાંઃ અરજદાર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ફાઈલ તસવીર છે - Divya Bhaskar
આ ફાઈલ તસવીર છે
  • બિલ્ડરે ગેરકાયદેસર રીતે ખોટી જગ્યા પર બિલ્ડીંગો ઊભી કરી: વિશ્વાસ ભાંબૂરકર
  • એરપોર્ટ આસપાસની 29 જેટલી ઇમારતો ફ્લાઇટ લેન્ડીંગમાં નડતર રૂપ છે

સુરત એરપોર્ટની આસપાસની 29 જેટલી ઇમારતો ફ્લાઇટ લેન્ડીંગમાં નડતરરૂપ થતી હોવાની પીઆઈએલ કરનાર આરટીઆઇ એક્ટિવિસ્ટ વિશ્વાસ ભાંબૂરકર આજે સોશ્યલ મીડિયાના મારફતે સમગ્ર પ્રકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે તમામ પાસાઓને ઉપર ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા કરી.

સુરત એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરતી ફ્લાઇટો સતત જોખમ રહે છે. દર ચાર દિવસે એક વખત ગો રાઉન્ડ પાયલોટે કરવું પડે છે. એનો અર્થ એ કે તે સરળતાથી લેન્ડિંગ ન કરી શકતા ફરી એક વખત તેણે પ્રયાસ કરવો પડે છે. જે દરમિયાનનો સમય ખૂબ જ જોખમી હોય છે. પાયલોટ સરળ રીતે લેન્ડિંગ કરી શકતો નથી.

એરપોર્ટ આસપાસની બિલ્ડીંગોમાં બે પ્રકારના ઉલ્લંઘન
સુરત એરપોર્ટ આસપાસની ઇમારતો બનાવવામાં બે પ્રકારના વાયોલેશન સામે આવી રહ્યા છે. એક છે બિલ્ડીંગની હાઈટમાં નિયમ કરતા વધુ ઉચી બનાવાઈ છે. બીજું વાયોલેશન બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું છે. જે જમીન ઉપર ઇમારત બનાવવાની NOC મેળવી છે તેના કરતાં બીજી જગ્યા ઉપર ઈમારતો ઉભી કરીને ગેરકાયદેસર કૃત્ય કર્યું છે.

નિયમોના ઉલ્લંઘનમાં SMC પણ જવાબદાર હોવાનું અરજદારે કહ્યું
નિયમોના ઉલ્લંઘનમાં SMC પણ જવાબદાર હોવાનું અરજદારે કહ્યું

ઉલ્લંઘનમાં SMC પણ જવાબદાર
બિલ્ડરે કરેલા વાયોલેશનમાં સુરત કોર્પોરેશન પણ જવાબદાર છે. એરપોર્ટ ઇન્ડિયા ઓથોરિટી દ્વારા જે NOC આપવામાં આવી છે. તે મુજબ બાંધકામ કરવામાં આવ્યું છે કે કેમ તે તપાસવાની જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે. DGCIને હવે નડતરરૂપ બિલ્ડિંગોને દૂર કરવાની ફરજ પડશે. DGCIએ હવે માત્ર એટલું જ જોવાનું રહે છે કે આ ઇમારતો કાયદેસર છે કે ગેરકાયદેસર.

નડતરરૂપ ઈમારતોના કારણે અનેકના જીવને જોખમ
વિશ્વાસ ભાંબુરકારે જણાવ્યું કે, નડતરરૂપ ઈમારતોના કારણે અનેક લોકોના જીવ જોખમમાં રહે છે. માત્ર ફ્લાઈટમાં બેસેલા મુસાફરોનો જ નહીં પરંતુ બિલ્ડિંગમાં રહેતા લોકોનો પણ જીવ જોખમમાં છે. એક બિલ્ડીંગ પૂરતી વાત સીમિત નથી તેની આસપાસની ઘણી બધી બિલ્ડિંગોમાં પણ આ જ પ્રકારનું જોખમ રહેલું છે. જેમણે મકાન ખરીદ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે તે હું જાણું છું પરંતુ સુરક્ષાની સામે કોઈપણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ નહીં.

આસપાસના સ્થાનિકોને પણ જીવનું જોખમ હોવા છતાં કોઈ પરેશાની નહીં
આસપાસના સ્થાનિકોને પણ જીવનું જોખમ હોવા છતાં કોઈ પરેશાની નહીં

સ્થાનિકો કહેતા, અમારા બિલ્ડરનું મોટું સેટિંગ છે
તેમણે વધુમાં કહ્યું, ફ્લેટ ધારકોના નિષ્ક્રિય વલણથી હું પોતે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો છું. જ્યારે હું ત્યાંના સ્થાનિક કેટલાક લોકો સાથે વાત કરતો હતો, ત્યારે એવું સાંભળવા મળતું હતું કે અમારા બિલ્ડરનું તો ખૂબ મોટું સેટિંગ છે અમને કોઈ વાંધો આવવાનો નથી, હું પોતે પણ ફ્લેટ ધારકો સાથે મળીને કાયદાકીય રીતે તેમને સપોર્ટ કરીને આ લડત આગળ વધવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. પરંતુ ત્યારે તેઓએ મને ગંભીરતાથી લીધો ન હતો.

અરજદારનો છેક સુધી લડત આપવાની ઈરાદો
તેઓ ઉમેરે છે, મારું લક્ષ્ય છે પહેલાં તો મુસાફરો અને ત્યાં રહેતા લોકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે તેવી આ ઇમારતોને દૂર કરવી અને ત્યારબાદ હું એરપોર્ટ ઓથોરિટીને સુરત મહાનગરપાલિકાને અને જિલ્લા કલેકટર ની સામે કાયદાકીય લડત શરૂ કરીશ, હું તેમને છોડવાનો નથી. કારણ કે આ તમામ વિભાગોની પણ ખુબ મોટી ગંભીરતા સામે આવી છે. પરંતુ એમની સાથે કાયદાકીય લડતમાં અત્યારે સમય આપવા કરતાં પહેલાં જે આપણી સામે સુરક્ષાને લઇને ગંભીર પ્રશ્ન ઉભો થયો છે તેને દૂર કરવા માંગો છો.

આ પ્રકરણને લઇને હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે તેમ નથી. કારણ કે આમાં બિલ્ડર કે ફ્લેટ હોલ્ડરો કોઈપણ પાર્ટી નથી અને પાર્ટી ન હોવાને કારણે તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકવાના નથી. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટીએ એફિડેવિટમાં તમામ બાબતો રજુ કરી દીધી છે. એનો પરમશીન આપવામાં આવી છે તેના કરતાં અન્ય સ્થળ ઉપર ઈમારત ઊભી કરી દીધી છે હવે તેઓ પણ આ બાબતે સુપ્રીમ કોર્ટમાં કઈ બીજું મૂકી શકે એમ નથી. પરોક્ષ રીતે કહીએ તો તેમણે સ્વીકારી લીધું છે કે તેમના દ્વારા ભૂલ થઈ ગઈ છે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં બીજી શું રજૂઆત કરી શકશે.