ક્રાઇમ:પિતાની રૂ. 5 લાખની જમીન બચાવવા બંને આરોપીએ બિલ્ડરના 99 લાખ ચોર્યાનું ખુલ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરોએ માટલામાં લાખોની રકમ ભરી ઘરની નજીકના ખેતરમાં દાટી દીધી
  • પોલીસના​​​​​​​ ટોર્ચરને કારણે અન્ય કર્મી અજીતે આપઘાત કર્યાની આશંકા

ઈન્દોરમાં છોટીજીરી ગામે પિતાએ જમીન ગીરવે મુકી 5 લાખની રકમ જેના કારણે દેવું થતા જમીન જાય તેમ હોવાથી બન્ને સગા ભાઈઓએ પિતાની જમીન બચાવવા બિલ્ડરની ઓફિસમાંથી 5 લાખની ચોરી કરવા આવ્યા હતા અને 99 લાખ મળ્યા. બન્ને આરોપીઓ બસમાં બેસી ઈન્દોર ગયા હતા. ટીમે ઈન્દોર પહોંચી એમપાલ મંડલોઈ(રહે,એમપી)ને પકડી પૂછપરછ કરતા ચોરીમાં મોટાભાઈ નેપાલ મંડલોઈનું નામ આપ્યું હતું. .

ડીસીબીની ટીમે એમપાલને લઈ વતન ગઈ અને ત્યાંથી તેના ભાઈને પકડયો હતો. બન્ને ચોરોએ માટલામાં લાખોની રકમ ભરી ઘરની નજીક એક ખેતરમાં દાટી દીધી હતી. પોલીસે ખેતરમાંથી લાખોની રકમ કબજે કરી હતી. 99 લાખની રકમ પૈકી 20 હજારની રકમ બન્ને ચોરો વાપરી નાખી હતી. એમપાલ બિલ્ડરની ઓફિસમાં ચોરી કરી ત્યારે એક કર્મચારી સાથે વાત કરતો સીસીટીવી કેમેરા દેખાય છે. જો કે કર્મચારી કોણ છે તે અંગે હજુ પોલીસે કોઈ ફોર્ડ પાડયો નથી.

બિલ્ડરની ઓફિસનો કર્મી અજીત બીંદ આરોપી એમપાલ સાથે વાત કરતો હોવાની પણ આશંકા લાગી રહી છે. પોલીસે અજીતની કડક પૂછપરછ કરી હતી. આમ પોલીસના ટોર્ચરને કારણે અજીતે આપઘાત કર્યો હોવાની શકયતા લાગી રહી છે.

નોકરી છોડી ભાઈ સાથે ચોરીનો પ્લાન બનાવ્યો
બિલ્ડર ડોકાણીની ઓફિસમાં આરોપી એમપાલ 6 મહિનાથી નોકરી કરતો હતો. 20 દિવસ પહેલા તેણે નોકરી છોડી તેના ભાઈને વતનમાંથી લાવી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. એમપાલને તિજોરીની ચાવી સહિત તમામ ગતિવિધિઓની ખબર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...