તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:12 વર્ષના તરૂણને પિતાએ બાઇક નહીં અપાવતાં 15 દિવસમાં 4 વાહનો ચોર્યાં, પેટ્રોલ ખલાસ થાય ત્યાં ચોરેલું વાહન છોડી દેતો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડુમસ રોડ પર મગદલ્લા બંદર ખાતે રહેતા 12 વર્ષના ટેણીયાને પિતાએ બાઇક લઈ ન આપતા મોજશોખ માટે 15 દિવસમાં 4 વાહનોની ચોરી કરી હતી. વાહનોની ચોરી કેવી રીતે કરવી તે અંગે ટેણીયો મોબાઇલમાં ઓનલાઇન વિડીયો જોઈ ચોરી કરતા શીખ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 12 વર્ષની ઉમરે સગીરે છોટા હાથી ટેમ્પો અને એક રિક્ષા ઉપરાંત બે બાઇકોની ચોરી કરી હતી. ચોરી કરવા પાછળનો હેતુ માત્ર ફરવાનો હતો સગીરનું મન થાય ત્યા સુધી રિક્ષા કે છોટા હાથી ટેમ્પો ચલાવી બાદમાં ગમે ત્યાં વેરાન જગ્યા પર મુકી દેતો હતો.

મોટેભાગે વાહનોની ચોરી કરવા તે રાત્રીના સમયે એકલો નીકળતો હતો. સ્ટીયરીંગ ખુલ્લા હોય તેવા બાઇકોને ડાયરેકટ કરીને ચાલુ કરી દેતો હતો. જયારે ટેમ્પો અને રિક્ષામાં ચાવીની જગ્યાએ પીન જેવુ સાધન નાખીને ચાલુ કરી લઈને નીકળી જતો હતો. ઉમરા પોલીસના પીઆઈ કે.આઈ.મોદીની સૂચનાથી પીએસઆઈ બી.એસ.પરમાર અને પો.કો.ક્રિપાલસિહ માનસીંગએ બાતમીને આધારે 12 વર્ષના સગીરને મગદલ્લા ઓએનજીસી કોલોની પાસેથી ચોરીની રિક્ષા સાથે પકડી પાડયો હતો. પોલીસે બે બાઇકો, રિક્ષા અને છોટા હાથી ટેમ્પો મળી 2.38 લાખનો મુદામાલ કબજે કર્યા છે. વધુમાં સગીરે સગરામપુરામાંથી રિક્ષા, છોટાહાથી તેમજ ડુમસ પોલીસની હદમાંથી બે બાઈકોની ચોરી કરી હતી.

અગાઉ તે ઘરેથી ભાગીને મુંબઈ ચાલી ગયો હતો તે વખતે પણ પરિવાર તેને શોધીને લાવી હતી. સગીરના પિતા કંપનીમાં વેલ્ડીંગનું કામ કરે છે. વેસુ કેનાલ રોડ પર છોટા હાથી ટેમ્પો બિનવારસી મુકીને તે ચાલી આવ્યો હતો. સગીર પકડાયો પછી પોલીસ છોટા હાથી ટેમ્પો કેનાલ રોડ પરથી લાવવા માટે મથામણ કરતી હતી છતાં ટેમ્પો ચાલુ થતો ન હતો. પછી સગીરે પોલીસની સામે ગણતરીની મિનિટોમાં ટેમ્પો ચાલુ કરી દીધો હતો. આથી પોલીસ પણ તેની આ કરામત જોઇને ચોક્રી ગઈ હતી. પોલીસે આ બાળકને કુલ રૂ.2.38 લાખના મુદ્દામાન સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...