દોઢ કરોડની છેતરપિંડી:15 હજાર વિદ્યાર્થીને ટેબલેટના નામે ઠગનારા પિતા-પુત્ર ફરાર

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટનો 7 દિવસનો નોટીસ પિરિયડ પુરો થતાં વિદ્યાર્થીઓના દોઢ કરોડ ખંખેરી નાસી છૂટ્યા

યશ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંચાલકોએ 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા ખંખેરી આરોપી પિતા - પુત્ર નાસી ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનામાં ઓનલાઈન અભ્યાસની જરૂરિયાત વધુ ઊભી થઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર જેવી વસ્તુઓ અનિવાર્ય બની ગઈ હતી. આ તકનો લાભ લઈને આરોપી સાવન, ઠાકરશીભાઈ અને અશ્વીને તેમની યશ વર્લડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે વરાછામાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ 4500 રૂપિયાનું ટેબલેટ એક હજાર રૂપિયામાં આપવાની જાહેરાત કરી હતી. તેઓએ ટ્યુશન સંચાલકો-સ્કુલ સંચાલકોનો સંપર્ક કરીને અા અંગેની જાહેરાતો કરી હતી. આરોપીઓેએ સંચાલકોને ઓનલાઈન બુકિંગ માટે એક સોફ્ટવેર બનાવી આપ્યું હતું. સંચાલકોએ વિદ્યાર્થીઓની સંપૂર્ણ વિગતો આે સોફ્ટવેયરમાં ભરવાની હતી. આ રીતે આરોપીઓએ 15 હજાર વિદ્યાર્થીઓ પાસેથી કુલ દોઢ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા.વિદ્યાર્થીઓને ટેબલેટ ન આપતા 2 ટ્યુશન સંચાલકોએ ક્રાઈમ બ્રાંચમાં ત્રણેય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે હુકમ કર્યો હતો કે આરોપીઓની ધરપકડના સાત દિવસ પહેલા તેમને નોટીસ આપવાની હતી .તેથી ક્રાઈમ બ્રાંચે આરોપીઓને નોટીસ આપી હતી. હવે નોટીસ પિરીયડ પુરો થયો હતો. ક્રાઈમ બ્રાંચ આરોપીઓના ઘરે તપાસ માટે જતા આરોપીઓ નાસી ગયા હતા. નોટીસ પિરિયડમાં આરોપીઓ ખુલાસો કરતા જણાવ્યું હતું કે,તેઓએ છેતરપિંડી નથી કરી પરંતુ નોટીસ પિરિયડ પુરો થતા જ આરોપીઓ નાસી ગયા હતા. જો કે, આરોપી પુત્ર સાવન અને પિતા ઠાકરશીભાઈ કરોડો ખંખેરી ફરાર થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...