તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:સસરા પુત્રવધૂને લઈને ભાગ્યા હોવાનું વાઈરલ, સસરાએ અફવા ફેલાવનાર વિરુદ્ધ પોલીસમાં અરજી કરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ મીડિયામાં ફરી રહેલી તસવીર - Divya Bhaskar
સોશિયલ મીડિયામાં ફરી રહેલી તસવીર
  • સોશિયલ મીડિયામાં સસરા-વહુના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહી છે
  • સસરાએ વીડિયો મારફતે અફવા ગણાવી આગળ ન વધારવા વિનંતી કરી

શહેરમાં વેવાઈ-વેવાણ, મોટાભાઈ નાનાભાઈની પત્નીને લઈને ભાગી ગયા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સસરા પુત્રવધૂને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. જોકે, આ બાબતે સસરા દ્વારા અફવા ફેલાવનાર સામે પોલીસમાં અરજી કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

ફોટો અને નામ સાથે વાઈરલ
શહેરના છેવાડે આવેલા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં બંનેના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહી છે. સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધૂના આડાસંબંધની જાણ થયાના બીજા જ દિવસે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું છે.

50 હજાર રૂપિયા ઈનામની વાત પણ વાઈરલ
સોશિયલ મીડિયામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, સસરા પુત્રવધૂને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાઓ અને મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. નારાજ પુત્રએ ભાગેડું સસરા-વહુને શોધી આપનારને 50 હજાર રૂપિયા ઈનામ આપવાની પણ ગામમાં જાહેરાત કરી છે.

સસરાએ વીડિયો મારફતે અફવા ગણાવી
પોતાની વિષે સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ અંગે સસરાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે. જેમાં કહ્યું છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાવે છે તે ખોટી છે. આં અંગે પોલીસ અરજી પણ કરી દેવામાં આવી છે. સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે. સોશિયલ મીડિયામાં જે અફવા ફેલાઈ છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. લોકોને વિનંતી કરું છું કે, આ વાતને આગળ ફેલાવશો નહીં. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સજાને પાત્ર છે.