તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:સુરતના પુણામાં એક જ સોસાયટીમાં રહેતી બે સગી બહેનોને બે મિત્રોએ પ્રેમજાળમાં ફસાવી ભગાવી જતા પિતાએ ફરિયાદ નોંધાવી

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પુણા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પુણા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • પુણા પોલીસે કિશોરીના પિતાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી

પુણાગામની સીતારામ સોસાયટીમાં રહેતી બે સગી બહેનોને તેની જ સોસાયટીમાં રહેતા બે મિત્રોએ પ્રેમજાળમાં ફસાવી ભગાડી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. બંને મિત્રોએ લગ્નની લાલચ આપી બન્ને બહેનોને બે ત્રણ દિવસ અગાઉ ભગાડી ગયા હોવાનું બહાર આવતા પુણા પોલીસે કિશોરીના પિતાની ફરિયાદ લઇ બંને યુવકો સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બેમાંથી એક બહેનને સગીર
પોલીસે જણાવ્યું હતું કે, પુણાગામ અર્ચના સ્કૂલ પાસે આવેલી સીતારામ સોસાયટીમાં રહેતી 16 વર્ષ અને 19 વર્ષની બંને બહેનો ગત તારીખ 7મી ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં અચાનક જ ઘરેથી ચાલી ગઈ હતી. જેથી તેના પરિવારજનોએ શોધખોળ કરતા જાણ થઈ હતી કે, દશરથ કૈલાશભાઇ ખટીક (રહેવાસી-ઘ.નં-366 સીતારામ સોસાયટી વિભાગ-2, અર્ચના સ્કુલ પાસે) (મૂળ વતન-બાધસો૨ તાલુકો-બધેસર જી ચિતોડગઢ) અને સુરજ મદનભાઇ ખટીક (રહે.ઘ.નં બી/407 સીતારામ સોસાયટી વિભાગ-2 અર્ચના સ્કૂલ પાસે) (મૂળ ગામ-પોટલા તહેસીલ-ગંગાપુર જી ભીલવાડા રાજસ્થાન) એ ભેગા મળી બંને દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી ગયા છે.

અપહરણનો ગુનો નોંધાયો
દીકરીના પિતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પુણા પોલીસે બંને દીકરીઓ પૈકી એકની ઉંમર નાની હોવાના કારણે બંને ઈસમો સામે અપહરણનો ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.