તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર મહિલાઓ:પિતાનું કોરોનામાં મૃત્યું થયું તો કોઈના પતિની જોબ છૂટી, મહિલાઓ જીવનમાં પ્રથમ વખત નોકરી કરવા તૈયાર થઈ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાયું - Divya Bhaskar
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાયું
 • મહિલાઓને આત્મનિર્ભર કરવા ચેમ્બરે રોજગાર મેળો યોજ્યો, 63 કંપનીએ 370 મહિલાના ઈન્ટરવ્યું લીધા
 • મહિલાઓને મદદ થઈ શકે તે માટે 16 હજારથી લઈને 40 હજાર રૂપિયા સુધીના પગારની ઓફર કરાઈ

‘મારા પિતાનું અવસાન થયું છે, જે મને દરેક રીતે મદદ કરતાં હતા. કોરોના થવાથી અવસાન થયું છે. હવે અમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ છે. એટલે 43 વર્ષની ઉંમરે પ્રથમ ‌વખત જોબ કરવા માટે તૈયાર થઈ છું.’ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સની લેડિસ વિંગ દ્વારા મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમ નોકરી મેળવવા માટે આવેલી 43 વર્ષની મહિલાએ આ વાત કરી હતી. જોબ મેળવવા આવનાર મહિલાઓમાં કોઈ સ્પોર્ટ્સના ખેલાડી હતા, તો કોઈના પતિની નોકરી છૂટી ગઈ હતી તો કોઈ તેના બાળકના ભવિષ્ય માટે જોબ લેવા માટે આવ્યા હતાં.

રોજગાર મેળાથી બંને પક્ષોને ફાયદો થશે
કોરોના લોકડાઉન બાદ ઘણાએ રોજગારી ગુમાવી છે તો ઘણી મહિલાના પગાર કપાય ગયા છે. પણ હવે ધંધા–ઉદ્યોગોમાં તેજી આવી હોય અને તેમાં મહિલાની જરૂરિયાત ઉભી થઈ છે. જેથી આવા સંજોગોમાં મહિલા રોજગાર મેળાના આયોજનથી બંને પક્ષોને ફાયદો થશે. આર્થિક તકલીફમાં મહિલાઓએ વધું સહન નહીં કરવું પડશે. - દિનેશ નાવડીયા, પ્રમુખ, એસજીસીસીઆઇ

મહિલાઓ કોઈ પણ પગારે કામ કરવા તૈયાર
કોરોનામાં પરિસ્થિતી ખરાબ હોવાથી ઘણા કર્મચારીની જોબ છૂટી છે. કંપની અને કર્મચારી બંનેની પરિસ્થિતિ સારી નથી. આ સમયમાં જોબ મળવી એ મહત્વની છે. એવી મહિલાઓ પણ આવી હતી જેઓ પોતાના પરિવાર માટે કોઈ પણ પગાર ધોરણની નોકરી કરવા માટે તૈયાર હતા. - મનીષ માલી, રિક્રુટર

પરિવારની સાથે નોકરી પણ કરી શકે
મારી 43 વર્ષની ઉંમરમાંં મેં જોબ કરી નથી. મારું ઘર લોન પર છે અને તેના હપ્તા ચાલે છે. મારા માતા-પિતા મારો સહારો હતા. પણ તેમનું કોરોનાથી અવસાન થયું છે. આર્થિક તકલીફથી મારા દિકરાનું ભાવિ અને ઘર સહિતની બાબતો ખોરવાતા નોકરી કરવાની ફરજ પડી છે. જે મહિલા ગૃહિણી બની પરિવારને સંભાળી શકે તે નોકરી પણ કરી શકે છે. - દિપ્તી પાનવાલા

દિકરીનું ભાવિ’ને પતિને મદદ કરવા માટે
મારા લગ્ન થયાને આજે ચાર વર્ષ થયા છે. જો કે, તે પછી મે જોબ કરી નથી. લગ્ન પહેલા હું જોબ કરતી હતી. પણ હવે મારી 3 વર્ષની દિકરી છે. કોરોના પછી ઘરમાં તકલીફ પડવા લાગી હતી. દિકરીના ભાવિની સાથે પતિને આર્થિક મદદ કરવા માટે મે ફરીથી જોબ કરવનો નિર્ણય લીધો છે. કોરોનાના આવા સમયમાં નવી તક સમજી ફરીથી જોબ કરવાનું નક્કી કર્યું. - પૂજા ટકાઈવાળા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો