તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુરતિયાઓ સાવધાન:સુરતમાં મંજૂરી વિના લગ્નનું આયોજન કરનાર વર-વધૂના પિતા, ભાઈ સામે ફરિયાદ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાયું

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અડાજણના બે હોલમાં યોજાયેલા લગ્નમાં પણ કાર્યવાહી કરાઈ

કોરોનાના કેસમાં વધારો થતા લગ્નમાં માત્ર 50 લોકોની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે પોલીસની મંજૂરી લેવી ફરજીયાત છે. ત્યારે સુરતમાં મંદિર અને હોલમાં મંજૂરી વિના યોજાયેલા લગ્ન પર પોલીસે કાર્યવાહી હાથ ધરી વર-વધૂના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધી છે. પોલીસ તપાસ દરમિયાન લગ્ન હાજર લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું ન હતું.

લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
કોરોના મહામારીના કારણે સંક્રમણ વધે નહીં તે માટે લગ્ન પ્રસંગમાં 50થી વધુ વ્યક્તિઓ એકઠાં થવા પર પ્રતિબંધ છે. લગ્ન પ્રસંગને લઈને પોલીસની મંજૂરી લેવી ફરજીયાત છે. પાંડેસરા વિસ્તારના શ્રીરામનગર ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. જેમાં 30થી વધુ મહેમાનોએ માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. જેથી પાંડેસરા પોલીસે વધૂના પિતા પ્રકાશ શ્યામરાવ બગુલ અને વરના પિતા રાજેન્દ્ર ભીમરાવ મહાજન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધી હતી.

બેન્કવેટ હોલના મેનેજર સામે પણ કાર્યવાહી કરાઈ
અડાજણ વિસ્તારમાં આવેલા સ્ટારબજારના બીજા માળે દિલ સે રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ હોલમાં મંજૂરી વિના પુત્રીના લગ્નનું આયોજન કરનાર પ્રેમજી છગન લાડ અને બેન્કવેટ હોલના મેનેજર અનુપમ નિર્મલ સિંહા સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પાલના નિશાલ આર્કેડના ત્રીજા માળે પ્રિવ્યા બેન્કવેટ હોલમાં નાના ભાઈના લગ્નનું આયોજન કરનાર વિક્કી રાજકુમાર ગુમનાની વિરુદ્ધ અડાજણ પોલીસે એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. બંને કેસમાં મહેમાનોએ માસ્ક પહેર્યા ન હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું.