તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતના વરાછામાં સગી 7 વર્ષની દીકરીને મોબાઈલમાં બીભત્સ ફોટો વીડિયો બતાવી દુષ્કર્મ કરનાર પિતાની ધરપકડ

સુરત7 મહિનો પહેલા
પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે આરોપી નરાધમ પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
  • ધાબા પર બાળકીને ચૂંથી રહેલા પતિને જોઈને પત્નીના પગતળેથી જમીન સરકી ગઈ

વરાછાના એકતાનગરમાં ગત રવિવારે સાંજે 7 વર્ષીય પુત્રીને મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા બતાવી સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પિતાને ધાબા ઉપર મોબાઈલ આપવા ગયેલી બાળકી અડધા કલાક પછી પણ નીચે નહી આવતા માતા બોલાવા ગઈ તો પતિને બળાત્કાર કરતા જોતા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવ અંગે માતાએ જ પોતોના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપક્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માતાએ સમગ્ર દ્રશ્ય જોઈને ફરિયાદ કરી
પોલીસ પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા અશ્વનીકુમાર રોડ આઈ.સી.ગાંધી મીલની પાછળના એકતાનગરમાં રહેતો અને જરીનું મજૂરી કામ કરતો હસન (નામ બદલ્યું છે ) ગત રવિવારે સાંજે 7 વાગ્યે ધાબા ઉપર સૂતેલો હતો. તે વખતે તેના મોબાઈલમાં ફોન આવતા તેની પત્નીએ સાત વર્ષની માસુમ બાળકીને મોબાઈલ આપવા ઉપર મોકલી હતી. જોકે, પિતાને મોબાઈલ આપવા ગયાને 20 મિનીટથી વધુ સમય થવા છતાંયે બાળકી નીચે નહી આવતા માતા તેને બોલાવા માટે ધાબા ઉપર ગઈ હતી ત્યારે દ્રશ્ય જોઈને તેના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. નરાધમ પિતા હસન તેની સગી દીકરી ઉપર જ દાનત બગાડી મોબાઈલ ફોનમાં નગ્ન ફોટા વીડિયો બતાવી દુષ્કર્મ કરતો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
એસીપી સી.કે. પટેલ જણાવ્યું હતું કે, પતિને સગી દીકરી પર દુષ્કર્મ કરતા પત્નીએ રંગેહાથે ઝડપી લીધા બાદ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે દીકરીને ચૂંથનાર પિતાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો