તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સુરતની રાધાક્રિષ્ના ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી 29.52 લાખનો માલ લઈને પિતા-પુત્રે ઠગાઈ કરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેપારી સાથે છેતરપિંડી કરનાર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
વેપારી સાથે છેતરપિંડી કરનાર સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
  • દલાલ મારફતે સામાનની ખરીદી કરીને રૂપિયા ચૂકવ્યા નહીં

સુરત રિંગરોડની રાધાક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમ ના વેપારી પાસેથી ભાદાણી પિતા-પુત્રએ દલાલ મારફતે માલ ખરીદ્યા બાદ રૂપિયા 29.52 લાખ નહી ચુકવી છેતરપિંડી કરી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને પિતા-પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

દલાલ મારફતે મુલાકાત થયેલી
ભટાર રોડ ક્રિષ્ના કોમ્પ્લેક્ષ સામે મેઘરથ બિલ્ડિંગમાં રહેતા 47 વર્ષીય રામપ્રકાશ છગનલાલ ભુતરા (ઉ.વ.47) રીંગ રોડ રાધા ક્રિષ્ણા ટેક્ષટાઈલ માર્કેટમાં સનફ્લાવર ઈમ્પેક્ષ ફર્મના નામે સાડી અને ડ્રેસ મટીરીયલ્સનું મેન્યુફેક્ચરીંગનો ધંધો કરે છે. રામપ્રકાશ માર્કેટમાંથી ગ્રે કાપડનો માલ ખરીદી મીલમાં ડાઈંગ તથા પ્રિન્ટીંગ માટે મોકલે છે અને મીલમાંથી તૈયાર થઈને આવ્યા બાદ દુકાનમાં ગ્રાહકોને ડિઝાઈન બતાવી તેઓના ઓર્ડર લઈ તેમના જણાવ્યા મુજબના સરનામે માલ ટ્રાન્સપોર્ટ થી મોકલે છે. ડિસેમ્બર 2019માં કાપડ દલાલ કિશન ઘેવરચંદ રાઠી તેમની દુકાને આવ્યો હતો. મારી પાસે ખુબ સારી પાર્ટીઓ છે. આ પાર્ટીઓ સાથે વેપાર કરશો તો તમારો કાયમનો વ્યવસાય શરુ થઈ જશે એવું જણાવ્યું હતું.

વિશ્વાસમાં લઈ છેતરપિંડી
કિશ રાઠી તેની કૈલાશકુમાર વિજયરાજ ભાદાણી (રહે, શુકમ રેસીડેન્સી વેસુ), વિજયરાજ ભાદાણી, રોનક કૈલાશકુમાર ભાદાણીને લઈને દુકાને આવ્યો હતો, અને તેમની ઓળખ આંજણા ખાતે હાઈટેક ટેક્સટાઈલ સેન્ટરના નામે સાડી અને ફીનીશ કાપડનો વેચાણ કરતા હોવાની આપી તેઓ માલનું સમયસર પેમેન્ટ ચુકવશે હોવાન વિશ્વાસ આપ્યો હતો. કિશન રાઠીએ પેમેન્ટની પોતે જવાબદારી લીધી હતી.

ઉધરાણી કરવા છતા રૂપિયા ન આપ્યાં
આરોપીઓની વિશ્વાસમાં આવી રામપ્રકાશ તેમના ઓર્ડર મુજબ ગ્રે કાપડની ખરીદી કરી મીલમાં સાડીઓ તૈયાર કરી ગત તા 16 જાન્યુઆરી 2020 થી 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં અલગ અલગ ચલણ બીલથી કુલ રૂપિયા 31,18,652 નો માલ મોકલી આપ્યો હતો. જેની સામે રૂપિયા 1,09,620 ની રકમના બે ચેક આપ્યા હતા. જે ચેક રામપ્રકાશે તેના બેન્કના ખાતામાં નાંખતા પાસ થઈ ગયા હતા. જયારે બાકી નીકળતા રૂપિયા 29,52,412 ની અવાર નવાર ઉઘરાણી કરવા છતાંયે પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે રામપ્રકાશની ફરિયાદ લઈ ભાદાણી પિતા-પુત્ર અને દલાલ કિશન રાઠી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.