તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTVમાં કેદ:સુરતના કુંભારીયા ગામમાં જમીન મામલે ટોળાનો યુવક પર જીવલેણ હુમલો, પોલીસે 24 કલાક બાદ ફરિયાદ લીધી

સુરત5 મહિનો પહેલા
ગામ લોકોના ટોળાએ યુવક પર હુમ્લો કર્યો હતો - Divya Bhaskar
ગામ લોકોના ટોળાએ યુવક પર હુમ્લો કર્યો હતો
  • ગામ લોકોએ ભેગા મળીને મારક હથિયારો વડે યુવકને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરતના કુંભારીયા ગામમાં જમીન મામલે એક યુવક પર ગામ લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જોકે પોલીસે 24 કલાક સુધી રઝળાવ્યા બાદ ફરિયાદ લીધી હતી. પોલીસે હવે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ મર્ડર:સુરતના રાંદેરમાં અંગત અદાવતમાં માથાભારે શખસની ચપ્પુના 20થી વધુ ઘા ઝીંકી હત્યા કરાઈ

ગામ લોકોએ ભેગા થઇને યુવક પર હુમલો કર્યો
સુરતના કુંભારીયા ગામમાં લોકો જમીનના મામલે છેલ્લા કેટલાક સમયથી હિતેશ વાઘેલાની ગાડી પણ ઘર પાસેથી કાઢવા દેતા નહોતા. 15 નવેમ્બરના રોજ સવારે 9 વાગ્યે ગામ લોકોએ હિતેશ વાઘેલા નામના યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ હિતેશ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટના અંગે પોલીસે 24 કલાક જેટલો સમય વિત્યા બાદ ફરિયાદ લીધી હતી. યુવાન ઉપર હુમલાની ઘટના નજીકના CCTVમાં કેદ થઇ ગઇ હતી.

મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ થઇ ગયા હતા
મારામારીના દ્રશ્યો CCTVમાં કેદ થઇ ગયા હતા

આ પણ વાંચોઃ સુરતના સચિનમાં 20 દિવસથી ચા વેચનારે ઉધારીના 500 રૂપિયાની માંગ કરતાં પાંચેક શખ્સોએ ઢોર માર માર્યો,CCTV

છેવટે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી
હુમલાનો ભોગ બનનાર યુવક હિતેશ વાઘેલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

લોકોએ મળીને યુવાનને ઢોર માર માર્યો
લોકોએ મળીને યુવાનને ઢોર માર માર્યો
સ્થાનિક લોકો જમીન મુદ્દે ઉશ્કેરાયેલા હતા
સ્થાનિક લોકો જમીન મુદ્દે ઉશ્કેરાયેલા હતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો