હત્યાનો પ્રયાસ:ઉનમાં 3 શખ્સ પર ચપ્પુ-તલવાર વડે જીવલેણ હુમલો, ‘તુમ લોગ સાલો સીધે સીધા બતાઓગે નહીં’ એમ કહીને ગોળો આપવા લાગ્યો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉન પાટીયા સ્થિત હિદાયત નગરમાં રહેતો શાહરૂખ ફારુખખાન શુક્રવારની રાત્રે ગોસીયા મસ્જીદ પાસે મિત્રો ઇકલાબ, અબ્દુલ ગફાર અને અશરફ વાતો કરી રહ્યાે હતાે. તેવામાં આ વિસ્તારમાં રહેતો મોહસીન કેકે નામનો શખ્સ દોડતો આવ્યો હતો. અને નજીકની કોઇ ગલીમાં જઇને સંતાય ગયો હતો. તેની પાછળ ચપ્પુ અને તલવાર લઇને ઇમરાન ગુડ્ડી, ઇમરાન બુડાવ, રફીક મતોડી અને અન્ય એક શખ્સ આવ્યા હતા. તેમણે શાહરૂખને મોહસીન ક્યા ગયો એમ પુછ્યુ હતું. જ્યારે શાહરુખે મને ખબર નથી શું થયું એમ પુછતા જ ગુડ્ડી ઉશ્કેરાયો હતો અને ‘તુમ લોગ સાલો સીધે સીધા બતાઓગે નહીં’ એમ કહીને ગોળો આપવા લાગ્યો હતો. તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલીથી ગુડ્ડી અને તેની ટોળકીએ ઉશ્કેરાઇ જઇને શાહરૂખ, અને તેના મિત્રો ઇકલાબ, અબ્દુલ અને અશરફ પર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરીને ઇજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...