વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે એન એસ યુ આઈના વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી શકે સ્ટુડન્ટ કાઉન્સિલનું ઇલેક્શન તમામ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં ચૂંટણીનું આયોજન કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.બીજી તરફ ઉપવાસ શરૂ કરવામાં આવતાં છ કલાકમાં જ કુલપતિએ હૈયાધારણા આપી હતી.જેથી આંદોલનનો અંત આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ ઉપવાસ શરૂ કર્યો
NSUI સંગઠન દ્વારા 30 ડિસેમ્બરના દિવસે યુનિવર્સિટીના કુલ સચિવને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે, યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં સ્ટુડન્ટ કાઉન્સિલના ઇલેક્શનની જાહેરાત કરવામાં આવે. પરંતુ, અલ્ટીમેટમ આપ્યા બાદ પણ સ્ટુડન્ટ કાઉન્સિલની ઇલેક્શન અંગેનો કોઈ નિર્ણય ન લેવાતા વિદ્યાર્થીઓએ ઉપવાસ શરૂ કર્યા છે. કુલપતિને રજૂઆત કર્યા બાદ 30 જેટલા વિદ્યાર્થીઓ ઉપવાસ પર ઉતરી વિરોધ શરૂ કર્યો હતો.
સ્ટુડન્ટ કાઉન્સિલની ફી લેવામાં આવે છે પણ ઇલેક્શન નથી કરાતા
NSUIના પ્રદેશ ઉપપ્રમુખ મિતેશ હડીયાએ જણાવ્યું કે, સેનેટની ચૂંટણી કરવા માટે યુનિવર્સિટીને કોઈ મુશ્કેલી આવતી નથી. પરંતુ, સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણીની વાત હોય ત્યારે નિષ્ક્રિય થઈ જાય છે. અમે યુનિવર્સિટીના સતાજી અલ્ટીમેટમ આપ્યું હતું. પરંતુ, તેમણે ગંભીરતાથી આ બાબતને ન લેતા અમે આખરે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ કાઉન્સિલની ફી ભરે છે. છતાં પણ ઇલેક્શન કરવામાં નથી આવતું એનો કોઈ અર્થ રહેતો નથી. અમે અત્યારે કુલપતિને રજૂઆત કરી છે. જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.