વિરોધ:ખજોદમાં પરવાનગી વિના મેટ્રોના ખૂંટા ઠોકી દેતાં ખેડૂતો હાઈકોર્ટ જશે

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિનઉપજાવ જમીન આપવાના સરકારના નિર્ણયથી ખફા

મેટ્રો ટ્રેન અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ માં જમીન ગુમાવનાર ખજોદ ના ખેડૂતોને અન્ય સ્થળે જમીન આપવાના મુદ્દે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી યોગ્ય ન્યાય નહીં મળે તો ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે ખજોદ ગામના મેટ્રો રેલમાં કપાતમાં જતી જમીનના ખાનગી માલિકો અને ખેડૂત અગ્રણીઓ ની બેઠક મળી હતી. જેમાં મેટ્રોરેલના અધિકારીઓએ ખેડૂતો ને જાણ કર્યા વિના કે પરવાનગી વિના ખેતરમાં ડિમાર્કેશન ખૂંટ મારવામાં આવ્યા હોવાનો વિરોધ કર્યો હતો..

તેમજ અમોને અમારી મૂળ જમીનમાં જ ટીપી સ્કીમમાં ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે તેમજ મેટ્રો રેલમાં જતી જમીનની કપાત ટીપીના નિયમોનુસારની 40% કપાતમાં ગણવા સહિત ના મુદ્દે ચર્ચા વિચારણા થઈ હતી. ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં ખજોદ ગામની ખાનગી ખેડૂતોની 119 હેક્ટર જમીનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જમીનના બદલામાં ખેડૂતોને મીંઢોળા નદીની આસપાસ બંજર અને બિનઉપજાઉ જમીન આપવામાં આવશે એવી જાહેરાત ડ્રીમસિટીના કાર્યપાલક ધર્મેશ મિસ્ત્રીએ કરી હતી. જે બાબતનો ખજોદ ગામના ખેડૂતો વિરોધ કર્યો છે.

ઉપજાવ જમીનથી આજીવિકા મેળવીએ છીએ
પરિવર્તન ટ્રસ્ટના પ્રકાશ કોન્ટ્રાક્ટરે બેઠકમાં જણાવ્યું હતું કે,‘ આ જમીનોની અમારા દાદા પરદાદાએ જાળવણી કરી હતી. જેનાથી અમે પરિવારોનું ગુજરાન ચલાવતા હતા. હાલ આ ઉપજાઉ જમીન પર ખેતી કરી આજીવિકા મેળવીએ છીએ. આ જમીનના બદલે મીંઢોળા નદી નજીક બિનઉપજાઉ અને ખારાશવાળી જમીન પધરાવીને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. આ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધની છે. ખજોદ ગામના ખેડૂત ખાતેદારો આ બાબતે અને મેટ્રો બાબતે હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...