તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક દ્વારા ખેડૂતોને બિયારણ તેમજ જંતુનાશક દવા ખરીદવા માટે સહાય થવા કોવિડ-19 સ્પેશિયલ લોન જાહેર કરવામાં આવી છે. જે પૈકી કિસાન ક્રેડિટ કાર્ડધારક બેંકના તાપી અને નવસારી જિલ્લાના 17,000 ખેડૂતોને રૂ.50,000ની લિમિટમાં 5 વર્ષ માટે લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ધી સુરત ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન નરેશ પટેલ, વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ, એમડી ઈન્દ્રસિંહ મહિડા અને ઈન્ચાર્જ જીએમ મહાવીરસિંહે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં નાબાર્ડના અનિલ પુરોહિત અને સુરત કો.ઓપરેટીવ સેક્ટરના જિલ્લા રજીસ્ટાર્ડ કમલેશ પટેલની હાજરીમાં જણાવ્યું હતું કે, કોવિડ-19ના લોકડાઉનના કારણે ઘણાં ખેડૂતોના પાકને યોગ્ય વળતર મળ્યું નથી. ઉપરાંત, એપીએમસી થકી મર્યાદિત વેચાણના કારણે અન્ય ખર્ચમાં વધારો થયો છે. જેના કારણે કિસાન ક્રેડિટ કાર્ડધારક ખેડૂતને બિયારણ તેમજ જંતુનાશક દવા ખરીદવા માટે સહાય થઈ રહે તે હેતુથી લોન પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. જેના માટે ખેડૂતે 2 જામીન આપનારાની સહીં આપવી પડશે. નજીકની બેંક બ્રાંચનો સંપર્ક કરી શકશે. જો ખેડૂત પોતે બેંક મારફતે લોન મેળવતો હશે તો તેને 7 ટકાના દરે લોન આપવામાં આવશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.