• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Farmers' Sit in Continues In Surat In A Mood To Fight, Trying To Suppress The Farmers Is A Wrong Mindset: AAP State President Italiya

માલધારીઓના ધરણા યથાવત:સુરતમાં માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, માલધારી સમાજને દબાવવાનો પ્રયાસ એ માનસિકતા ખોટી: AAP પ્રદેશ અધ્યક્ષ ઇટાલીયા

સુરત3 મહિનો પહેલા
માલધારીઓને સમર્થન આપવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પહોંચ્યા.

માલધારી સમાજ દ્વારા કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.જેને લઇને ધારણા કરવામાં આવી રહ્યા છે. ધીરે ધીરે હવે ધરણાને લઈને રાજકીય સ્વરૂપ સામે આવી રહ્યું છે. માલધારી સમાજના આગેવાનો સાથે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ મુલાકાત કરી ચર્ચાથી સમાધાન લાવવા માટે કહ્યું હતું. ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, માલધારી સમાજને દબાવવાનો પ્રયાસ એ માનસિકતા ખોટી.

માલધારી સમાજ લડી લેવાના મૂડમાં
સુરત શહેરમાં હવે સત્તાધીશો અને માલધારી સમાજ વચ્ચે વધુને વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ માલધારી સમાજ કોર્પોરશન દ્વારા બાંધેલા ઢોરોને પણ ઉઠાવી જવાની કાર્યવાહીને અન્યાયપૂર્ણ ગણાવી રહી છે. જેને લઈને ધરણા પણ યથાવત રાખવામાં આવ્યા છે. માલધારી સમાજનું કહેવું છે કે રખડતા ઢોરોને પકડવા એ યોગ્ય છે પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા તબેલા ઉખાડીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.તેને માટે જવાબદાર કોણ? આજે અમારી રોજગારી સામે પ્રશ્ન ઉભો થયો છે. અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરીશું એ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે.

ઢોરોને લઈને FIR અને પોલીસ દમન સિવાય પણ ચર્ચા કરી શકાય
​​​​​​​
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે માલધારી સમાજની સંખ્યા ખૂબ જ ઓછી છે પરંતુ એનો અર્થ એવો નથી કે તેમના ઉપર દમન ગુજારવામાં આવે. રખડતા ઢોરોનો પ્રશ્ન એ આખા રાજ્યનો પ્રશ્ન છે તેવું બધા જ માને છે પરંતુ તેને ઉકેલવા માટે એફઆઇઆર નોંધવી કે પોલીસ દમન ગુજારવું એ જરૂરી નથી. મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવી રહ્યું છે તે ખરેખર નિંદનીય છે. સરકારે અને માલધારી સમાજ એ સાથે બેસીને ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...