ખેડૂતોની માગ:ખાંડના ટેકાના ભાવમાં વધારો કરવા કેન્દ્ર સરકારને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પત્ર લખીને માગ કરી

સુરત2 મહિનો પહેલા
સહકારી અગ્રણીઓએ ખાંડના ટેકાના ભાવ 31 રૂપિયાથી વધારીને 37 રૂપિયા કરવા માગ કરી. - Divya Bhaskar
સહકારી અગ્રણીઓએ ખાંડના ટેકાના ભાવ 31 રૂપિયાથી વધારીને 37 રૂપિયા કરવા માગ કરી.

દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક પૈકીનો શેરડીનો પાક છે. લાખો હેક્ટરમાં શેરડીનું ઉત્પાદન થતો હોય છે તેને કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ મોટી સંખ્યામાં કાર્યરત છે. ખાંડનું ઉત્પાદન સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં થાય છે. ખેડૂતોએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ખાંડના ટેકાના ભાવમાં વધારો કરવાની માંગ કરી છે.

ખાંડનો ટેકાનો ભાવ વધારવા પાત્ર લખાયો
દક્ષિણ ગુજરાતમાં શેરડીનો મતલબ પાક થતો હોય છે. મોટાભાગના ખેડૂતો ડાંગર અને શેરડી ઉપર નભતા હોય છે. તેમજ અન્ય શાકભાજી અને રવિ પાક લેતા હોય છે પરંતુ તે ખૂબ જ ઓછા છે. મહદઅંશે શેરડીનો પાક લેતા હોવાને કારણે ખેડૂતો સરકાર પાસે શેરડીનો ભાવ તેમજ ખાંડના ભાવને લઈને સમયાંતરે રજૂઆત કરતા રહે છે. સરકાર જ્યારે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ ખેડૂતો પોતાના ઉત્પાદન ખર્ચ કરતા વધુ આવક થાય તેના માટે ટેકાના ભાવની સતત માગ કરતા રહે છે. આ વખતે સહકારી અગ્રણી દ્વારા કેન્દ્ર સરકારને ખાંડના ટેકાના ભાવ વધારવાની માગ કરી છે. જેથી કરીને તેમને આર્થિક રીતે લાભ થાય.

ખાંડનો ભાવ 37 રૂપિયા કરાની માગ
સહકારી અગ્રણી જયેશ પટેલ દ્વારા માગણી કરવામાં આવી છે કે શેરડીના ટેકાના ભાવમાં વધારો કર્યા પછી ખાંડના ભાવમાં પણ વધારો કરવો જરૂરી છે. જેથી કરીને ખાંડ ઉપર સહકારી માળખું વધુ મજબૂત થાય. સુરત અને દક્ષિણ ગુજરાતમાં ચાલતી સુગર મિલોને પણ ખૂબ મોટી રાહત થઈ શકે. સરકાર દ્વારા સહકારી અગ્રણીઓની માગ સ્વીકારીને ખાંડના ભાવ રૂપિયા 29થી વધારીને 31 કરવામાં આવ્યો હતો. જેને બે વર્ષ કરતા વધારે સમય પસાર થઈ ગયો છે અત્યારે જે રીતે ખર્ચ ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. તે જોતા ખાંડનો ટેકાનો ભાવ સરકારે 37 રૂપિયા જાહેર કરવો જોઈએ.તે પ્રકારની માગણી પત્ર લખીને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...