તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દરીયા કાંઠા વિસ્તારના ગામો, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામો અને સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના ગામોમાં ખેડૂતો દ્વારા વિપુલ પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો સહકાર કોટન મંડળીમાં પુલીંગ પ્રધ્ધતિથી કપાસ આપતા હોય છે. ખેડૂતોને cciની ખરીદી ન થતી હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જેથી મુખ્યમંત્રીને પત્ર લખીને cci-ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ સાથેનો પત્ર લખવામાં આવ્યો છે.
ખેડૂતોને નૂકસાન જાય છે
ગત વર્ષે કપાસના કવિન્ટલના ટેકાના ભાવ 5252 હતા ત્યારે ઓલપાડ તાલુકાની પુરષોતમ ફાર્મસ સહકારી જીનીંગ મીલ દ્વારા પ્રતિ કવીન્ટલના 4300 ચુકવ્યા હતા. જેનાથી આ વિસ્તાર ના ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે.જેથી યોગ્ય કરવા માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
અન્ય જિલ્લા માફક ખરીદી કરવાની માંગ
આ વર્ષે પણ ટેકાનો ભાવ પ્રતિ કવિન્ટલનો સારો છે. cci મારફત અન્ય જિલ્લામાં ખરીદી ચાલે છે તો આજ રીતે સુરત જિલ્લામાં કપાસ ખરીદ કેન્દ્ર આ વિસ્તારની પુરસોતમ ફાર્મસ સહકારી જીનીંગ મીલમાં તમામ આધુનિક ચરખા હોય તેમને કપાસ ખરીદ કેન્દ્ર ફાળવી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવી આ વિસ્તારના ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવી તાકીદે ભારતીય કપાસ નિગમનું કેન્દ્ર ફાળવવા વિનંતી પત્રમાં કરાઈ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.