નુકસાનનો ભય:ખાંડ નિકાસનો પ્રતિબંધ લંબાવતા ખેડૂતોને ભાવો ન મળવાની ભીતિ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુગર ફેક્ટરીઓ પાસે ખાંડનો જથ્થો પડી રહેતા નુકસાનનો ભય
  • શેરડીના ભાવ ઘટી શકે, ફેક્ટરીઓએ વધારાનું વ્યાજ ભરવું પડશે

કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકાતા સુગર ફેક્ટરીઓમાં ખાંડનો મોટા જથ્થો પડી રહ્યો છે. તેવામાં સરકારે નિકાસ પ્રતિબંધની મુદ્દત ઓક્ટોબર 2023 સુધી લંબાવી દેતા સુગર ફેક્ટરીઓ અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે.

ભારતમાં ખાંડનું ઉત્પાદન વધી રહ્યું છે. ભારતની ખાંડ ખાસ કરીને બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા અને દુબઇમાં ભારતીય ખાંડના મોટા ખરીદદારો છે. કેન્દ્ર દ્વારા ડોમેસ્ટિક માર્કેટમાં ખાંડની માંગ વધવા અને ભાવ નિયંત્રણ લાવવાનું જણાવીને ખાંડની નિકાસ પર 31મી ઓક્ટોબર સુધી પ્રતિબંધ મુકાયો હતો. જે લંબાવી ઓક્ટોબર 2023 સુધી કરાયો છે. સરકારના આ નિર્ણયના કારણે સુગર ફેક્ટરીને નુકસાન જવાની ભીતિ ઉભી થઇ છે. લોકલ બજારમાં ખાંડનો ભાવ રૂ.૩૨ રાખવામાં આવ્યો છે. ત્યારે સબસિડી બંધ થઇ ગઇ છે.

નિકાસ બંધ થતાં સુગર ફેક્ટરીને નુકસાન
ખાંડની નિકાસની આવકમાંથી ખર્ચાઓ નિકળી જતા હતા. હવે નિકાસ બંધ કરાતા ફેક્ટરીની આવક અટકી ગઇ છે. ઉપરથી ખાંડનો મોટો જથ્થો પડી રહ્યો હોવાથી બેંકનું લેણું વધી જતા સુગર ફેક્ટરીને નુકસાનની શક્યતા નકારી શકાય નહીં. > દર્શન નાયક, ડિરેક્ટર, સાયણ સુગર ફેક્ટરી

ખેડૂતને આવતા વર્ષે શેરડીના ઓછા ભાવ મળી શકે
સુગર ફેક્ટરીમાં ખાંડનો સ્ટોક વધી જવાથી આર્થિક નુકસાનની શક્યતા છે. જેની અસર આવતા વર્ષે ખેડૂતો પર પડી શકે છે. આવી પરિસ્થિતિ રહી તો શેરડીના ભાવ આવતા વર્ષે ઘટશે.> જયેશ પટેલ, ખેડૂત સમાજ

અન્ય સમાચારો પણ છે...