સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનો વિદાય-સમાવર્તન સમારંભ યોજાયો હતો. જેમાં 250 જેટલા વિદ્યાર્થીઓ અને 25 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને શું કરવું શું ન કરવું અંગે માર્ગદર્શન આપ્યું હતું.
માતા-પિતાથી દૂર રહીને પણ સતત સંપર્કમાં રહેવું
આ પ્રસંગે ઉપસ્થિત મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતુ કે, પ્રકાશ જેમ દીવાને આધારે હોય છે. એમ કીર્તિ અને પ્રગતિ તમારા જીવનને આધારે રહેલી છે. આજ સુધી તમારી નાની ઉંમરમાં તમે માતા પિતાની છત્રછાયામાં રહીને જીવન જીવતા હતા. હવે તમારે કોલેજકાળમાં વતનથી, મા-બાપથી દૂર જવાનું થાય. નાનકડાં જીવન રૂપી નાવને હવે કોલેજના સમુદ્ર જેવા મોજા ઉછળતા વાતાવરણમાં તરતું મુકવાનું છે. તેમાં નાવિક તરીકે સંતો અને તમારા શિક્ષકોને રાખવા. પંદર દિવસે અવશ્ય ફોન કરવો. એટલું કરશો તોપણ તમારું જીવન, તમારી યુવાની પાર પડી જશે.
સારા લોકોનો સંગ કરવા અનુરોધ
પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે, વ્યસન અને ફેશનથી દૂર રહીને સજ્જન મિત્રોનો સંગ રાખવો. આજે લોકોને વિદ્યાવાન કરતા પણ આચરણવાન માણસની વધુ જરૂરિયાત છે.જંકફૂડથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો.વિદ્યાર્થીઓના વિદાય સમારંભની સાથે રાજકોટ ગુરુકૂલમાં ભણેલા અને સુરત ગુરુકુલમાં 25 વર્ષથી વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરાવી રહેલા ચેતનભાઇ ગોંડલીયા તથા હિંમતભાઈ છોડવડીયાને હવેથી તેઓ તેમના બિઝનેસમાં જોડાતા હોવાથી વિદાયનો હાર ધર્મવલ્લભદાસજી સ્વામીએ પહેરાવ્યો હતો તેઓના તરફથી આજે બધા વિદ્યાર્થીઓને ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ લખેલ પ્રેરણાદાયી પુસ્તકો ધર્મવલ્લભદાસજી સ્વામી તથા પ્રભુ સ્વામીના હસ્તે અર્પણ કરાયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.