તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સરથાણામાં આણંદના નામચીન સિદ્ધાર્થની ધોળા દિવસે હત્યા, કાર મુદ્દે ઝઘડો થતાં ચપ્પાના ઘા માર્યા

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક સિદ્ધાર્થ - Divya Bhaskar
મૃતક સિદ્ધાર્થ
 • સંઘાણી નામના યુવકે હત્યા કર્યાનું ખુલ્યું, સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી

પોતાની કારનું અકસ્માત થતાં મિત્રની લીધેલી કાર પરત કરવાના વિવાદમાં આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની સરથાણામાં હત્યા કરાઇ હતી.આણંદનો સિદ્ધાર્થ રાવ બુધવારે ઇનોવા કાર નં જીજે-05-જેએમ-9316 સરથાણા ખાતે તક્ષશિલા આર્કડની સામે પાર્કિંગમાં પાર્ક કરતો હતો. ત્યારે 3 ઇસમોએ ચપ્પુના ઘા મારી નાસી ગયા હતા. સિદ્ધાર્થને સ્મીમેર લઇ જવાતા તેને મૃત જાહેર કરાયો હતો.

પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરતાં ફટેજમાં 3 ઇસમ હુમલો કરીને નાસી છુટયાનું જણાય છે. બારેક દિવસ પહેલા તે સુરત આવ્યો ત્યારે તેની કાર બગડી જતાં તે તેના મિત્ર ભરત લાઠીયાની કાર લઇને ગયો હતો. તે સુરત કાર આપવા આવ્યો હતો અને તેની હત્યા થઇ હતી. કારની લેતી દેતીમાં હત્યા થયાની દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે નિકુલ સંઘાણીની પુછપરછ શરૂ કરી છે.

સિદ્ધાર્થ દારૂ છોડવા પ્રયાસ કરતો હતો
સિદ્ધાર્થને હાલમાં અમદાવાદ ઓઢવ પોલીસે આર્મ એક્ટના ગુનામાં પકડ્યો હતો. અગાઉ આણંદ પોલીસે પણ લૂંટના ગુનામાં તેને પકડીને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આણંદ અને વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી મારામારી સહિતના અનેક ગુનાઓ તેની વિરૂદ્ધ નોંધાયા છે. સિદ્ધાર્થને દારૂ પીવાની લત હતી. છેલ્લા કેટલાક સમયથી તે દારૂ છોડવા માટે બારડોલી તાલુકામાં આવેલા રિહેબિલિટી સેન્ટરમાં સારવાર માટે આવતો હતો.

સિદ્ધાર્થ પર હુમલો થયા બાદ તરત જ કોઇએ તેના ફોનથી પિતા સંદિપભાઇને હુમલો થયાની જાણ કરી હતી.પિતા સંદિપભાઇએ વ્યસન મુક્તિ કેન્દ્રના જયેશ પટેલને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. તે પહોંચે તે પહેલા સિદ્ધાર્થનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

હોસ્પિટલમાં મોટા માથા દેખાયા
સિદ્ધાર્થની હત્યા થયાના સમાચાર પ્રસરતા જ સ્મીમેર હોસ્પિટલમાં લોકોના ટોળા ભેગા થયા હતા. જેમાં કેટલાક બિલ્ડર અને મોટા માથા પણ દેખાયા હતા.જોકે, બાદમાં પરિસ્થિતિ સમજી ત્યાંથી ચાલી ગયા હતા.

મૃતક સ્વ.DYSPનો દૌહિત્ર
મૃતક સિદ્ધાર્થ રાવ સ્વ. ડી‌વાયએસપી કિરીટ બ્રહ્મભટ્ટનો દૌહિત્ર હતો. નાનપણથી જ ગુનાહિત પ્રવૃતિમાં પ્રવેશેલા સિદ્ધાર્થને સુધારવા માટે બ્રહ્મભટ્ટ અન તેના પિતાએ ઘણાં પ્રયાસો કર્યા હતા.તેને ગુનાખોરીમાંથી બહાર લાવવા માટે આધ્યાત્મિક પ્રયાસો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો