ફ્લેશ ફાયર:સુરતના અમરોલીમાં રત્નકલાકારના મકાનમાં ગેસમાં ભડકો થતા આખું પરિવાર ગંભીર રીતે દાઝી ગયું

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગેસ બોટલનું રેગ્યુલેટર ઓન કર્યા બાદ દીવાસળી સળગાવતા જ જોરદાર ભડકો

અમરોલીના રિલાયન્સ નગરમાં રત્નકલાકારના મકાન વહેલી સવારે ગેસમાં ભડકો થતા આખું પરિવાર ગંભીર રીતે દાઝી ગયું હતું. માતા-પિતા અને બે બાળકોને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગેસ બોટલનું રેગ્યુલેટર ઓન કર્યા બાદ દીવાસળી સળગાવતા જ જોરદાર ભડકો થયો હોવાનું બહાર આવ્યું હતું

ગેસ બોટલનું રેગ્યુલેટર ઓન કરી કામે લાગી ગયા હતા
સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, પીડિત પરિવાર અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના વતની અને હાલ અમરોલી વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ રીલાયન્સનગરમાં રહેતું હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં 50 વર્ષિય મનસુખભાઈ વાલજીભાઈ સોલંકી એમના પત્ની મનીષા ઉ.વ.40 અને બે પુત્ર 20 વર્ષિય જયદીપ અને 22 વર્ષિય પ્રકાશ પણ દાઝી ગયા છે. મનસુખભાઇના બંને પુત્રો પણ હીરા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. વેલેન્ટાઈન ડે ના દિવસે પતિ અને બે પુત્રો માટે ટિફિન તૈયાર કરવા વહેલી સવારે મનીષા ગેસ બોટલનું રેગ્યુલેટર ઓન કરી પોતાના કામે લાગી ગયા હતા.

દંપતી સહિત તેના બંને યુવાન પુત્રો પણ દાઝી ગયા
ગેસ ચાલુ કરવા જતા ચાલુ ન થયો હતો.એટલે ગેસ બોટલનું રેગ્યુલેટર કાઢીને ફરીથી ફિટ કર્યું હતું. ત્યારબાદ દીવાસળી સળગાવતા જ ગેસમાં જોરદાર ભડકો થયો હતો. જેમાં સોલંકી દંપતી સહિત તેના બંને યુવાન પુત્રો પણ દાઝી ગયા હતા. ઘટનાની જાણ ભત્રીજા ભાવેશને થતા તે ઘટના સ્થળે પહોંચી ચારેયને 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યો હતો. જ્યાં સ્મીમેર હોસ્પિટલમાં બંચવોર્ડમાં સારવાર ચાલી રહી છે.