કેન્સરથી ઘર બેહાલ:સુરતમાં કેન્સરગ્રસ્ત પિતા લાચાર, ઘર ચલાવવા ફૂલ જેવી દીકરીઓને મોકલવી પડે છે કામે, સારવારના પૈસા પણ નથી

સુરત14 દિવસ પહેલા
કેન્સરથી કાપોદ્રા વિસ્તારમાં રહેતા ચોવટીયા પરિવારની સ્થિતિ દુષ્કર બની ગઈ છે.
  • 11માં ધોરણમાં પ્રથમક્રમ મેળવનાર દીકરી પિતાની સારવાર માટે કામે લાગી
  • કેન્સર ઘટવાની જગ્યાએ વધતું જતું હોવાથી પરિવાર પર આર્થિક સંકટ છવાયું

બીમારી વ્યક્તિની સાથે તેના પરિવારને પણ બેહાલ કરી દેતી હોય છે. તેમાં પણ ઘરના કમાનાર મોભી જ જો ગંભીર બીમારીનો શિકાર બને તો પછી પરિવારની આર્થિક કમર પણ તૂટી જતી હોય છે. તેમાં પણ કેન્સર જેવી ગંભીર માંદગીની સારવારમાં પટકાયેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા ચોવટીયા પરિવારની સ્થિતિ દુષ્કર બની ગઈ છે. ઘરના મોભીને છેલ્લા 3 વર્ષથી કેન્સરે ભરડો લેતા પરિવારે અભ્યાસ કરતી બન્ને દીકરીઓને કામ પર વળગાડી દીધી છે. જેથી પરિવારના પેટનો ખાડો પૂરાઈ શકે. પૈસાના અભાવે યોગ્ય ટ્રીટમેન્ટ ન થતાં ચાલુ સારવારે કેન્સરે માથું ઊંચકતાં પરિવાર દયનિય સ્થિતિમાં મૂકાઈ ગયું છે.

ત્રણ વર્ષથી મુકેશભાઈ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં છે.
ત્રણ વર્ષથી મુકેશભાઈ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યાં છે.

2018માં કેન્સરનો ભોગ બન્યાં
મૂળ અમરેલી જિલ્લાના વતની મુકેશભાઈ ચોવટીયા છેલ્લા 12 વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે. જો કે, 2018ના વર્ષમાં તેઓ કેન્સરનો ભોગ બન્યાં હતાં. જેના માટે તેમણે કેન્સરની સારવાર પણ શરૂ કરાવી હતી. જો કે, ત્રણ વર્ષમાં કેન્સર ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. બીજી તરફ પોતાનો વ્યવસાય બંધ થતાં આર્થિક સ્થિતિ પણ પરિવારની ખૂબ જ નાજુક થઈ ગઈ છે.બાળકોને પણ અભ્યાસ છોડવાની ફરજ પડી છે.

પિતાને મદદરૂપ થવા નાની દીકરીઓ ભણવાની જગ્યાએ કામ પર લાગી ગઈ છે
પિતાને મદદરૂપ થવા નાની દીકરીઓ ભણવાની જગ્યાએ કામ પર લાગી ગઈ છે

કેન્સરની બીમારીમાં પણ કામ ન છોડ્યું
મુકેશભાઈ ઘરે સાડી પર લેસ લગાવવા માટેનું મશીન ચલાવીને રોજીરોટી મેળવતા હતા. ત્રણેક વર્ષ પહેલાં તેઓ કેન્સરગ્રસ્ત થયા હતા. સારવાર બાદ પરિસ્થિતિ સુધરી. પરંતુ હાલ છેલ્લા છ-આઠ મહિનામાં તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. કેન્સર ગ્રસ્ત હોવા છતાં પણ તેઓ સતત પોતાની રીતે લેસનું કામ કરીને આજીવિકા મેળવી લેતા હતા. પરંતુ હવે કેન્સરે ફરી એક વખત માથું ઉંચકતા તેમની સ્થિતિ દયનીય થઇ રહી છે.

મૂળ અમરેલી જિલ્લાના વતની મુકેશભાઈ ચોવટીયા છેલ્લા 12 વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે
મૂળ અમરેલી જિલ્લાના વતની મુકેશભાઈ ચોવટીયા છેલ્લા 12 વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે

કેન્સર ઘટવાની જગ્યાએ વધ્યું
મુકેશભાઈ ચોવટીયા જણાવ્યું કે, 2018માં મને કેન્સર થયું હોવાનું માલૂમ થયું હતું. ત્યારબાદ મેં અનેક પ્રકારે સારવાર કરાવી અને ઘણા બધા મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા હતાં. ખર્ચો કર્યા બાદ પણ યોગ્ય રીતે નિદાન થયું કે કેમ એમ છતાં ફરી એકવાર કેન્સરની પીડા વધી ગઈ છે. કેન્સરની સારવારમાં ઘરની આર્થિક સ્થિતિ ખૂબ બદતર થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી તેમની કેન્સરની સારવાર શરૂ થઇ શકી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે આપી કરી હતી.

મુકેશભાઈના પત્નીએ લોકો પાસે આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી.
મુકેશભાઈના પત્નીએ લોકો પાસે આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી.

દીકરીઓએ ભણતર છોડ્યું
મુકેશભાઈના પત્ની રિયા ચોવટીયા જણાવ્યું કે, મારે બે દીકરી અને એક દીકરો છે. પતિને કેન્સર થવાના કારણે બન્ને દીકરીઓનું ભણતર બંધ કરી દીધું છે. મારી દીકરી ધોરણ 11ના વર્ગમાં પ્રથમ ક્રમે આવી હતી. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેને કામે જવું પડ્યું. હાલ મારી બન્ને દીકરીઓ કામ ઉપર જાય છે અને તેઓ કમાઈને લાવે છે, ત્યારે ઘર ચાલે છે.

મુકેશભાઈ ઘરે સાડી પર લેસ લગાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા
મુકેશભાઈ ઘરે સાડી પર લેસ લગાવવા માટેનું મશીન ચલાવીને રોજીરોટી મેળવતા હતા. હાલ છેલ્લા છ-આઠ મહિનામાં તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. કેન્સરગ્રસ્ત હોવા છતાં તેઓ લેસનું કામ કરીને આજીવિકા મેળવતા રહ્યા હતા. દીકરી બન્સી નજીવા પગારમાં નોકરી કરે છે અને પિતાની સારવાર ઉપરાંત નાના ભાઈના અભ્યાસમાં વિક્ષેપ ન પડે એનું પણ ધ્યાન રાખે છે.

મદદ માટે સોશિયલ મીડિયામાં અપીલ
​​​​​​​મુકેશભાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે, ત્રણ વર્ષ દરમિયાન અનેક પ્રકારે સારવાર કરાવી મોટો ખર્ચો કર્યા છતાં કેન્સર દૂર થયું નથી. હાલમાં ફરી એકવાર કેન્સરની પીડા વધી ગઈ છે. જો કે, હવે ઘરની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. પૈસાના વાંકે અસરકારક સારવાર શરૂ થઇ શકી નથી.