• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • The Police Family Living In Athwa Police Line Of Surat To Vacate The House In 7 Days, Application T0 Police Commissioner

જર્જરીત પોલીસ લાઈન મકાન:સુરતના અઠવા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને 7 દિવસમાં ઘર ખાલી કરવા નોટિસ, પોલીસ કમિશનરને રજૂઆત કરી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી. - Divya Bhaskar
મહિલાઓએ પોલીસ કમિશનરને રજૂઆત કરી.
  • 126 પરિવારોને નોટિસ મળતાં ચિંતામાં મુકાયા

સુરતના અઠવા પોલીસ લાઈનમાં જર્જરીત મકાનોમાં રહેતા પોલીસ પરિવારને 7 દિવસમાં ઘર ખાલી કરવાની ગુજરાત પોલીસ હાઉસિંગે નોટિસ આપવામાં આવી છે. જેને પગલે પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ કમિશનર કચેરી પર રજૂઆત કરવા માટે પહોંચી હતી. પોલીસ પરિવારે નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવામાં આવે તેવી માગ કરી હતી.

અઠવા પોલીસ લાઈનમાં 126 જેટલા પરિવારો રહે છે સુરતની અઠવા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ પરિવારને ગુજરાત પોલીસ હાઉસિંગે 7 દિવસમાં મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. પોલીસ પરિવારના સભ્યોની માંગણી છે કે, તેમને નવા બનેલા આવાસોમાં મકાનની ફાળવણી કરવામાં આવે. જર્જરીત થયેલા અઠવા પોલીસ લાઈનના મકાનોમાં 126 જેટલા પરિવારો રહે છે અને તમામને નોટિસ મળતાં તેઓ ચિંતામાં મુકાયા છે કે, હવે ચોમાસાની ઋતુને ગણતરીના દિવસોની વાર છે. ત્યારે મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. તો આવી પરિસ્થિતિમાં કઈ રીતે અન્ય જગ્યા પર રહેવા જેવું કરી પોલીસ પરિવારની તમામ મહિલાઓ એકઠી થઈને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી હતી. જ્યાં તેમને પોલીસ અધિકારીને રજૂઆત કરતાં તેમને જવાબ મળ્યો હતો કે, નવા બનેલા આવાસોમાં તમને મકાન મળશે નહીં.

નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવા માગ દીપીકા પટેલે જણાવ્યું કે અમને ઘર ખાલી કરવાની નોટિસ મળી છે. બીજી તરફ નવું મકાન પણ આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિમાં અમને એવું કહેવામાં આવે છે કે તમે ભાડાના મકાનમાં રહેવા જાવ. અમારે કઈ રીતે ભાડાનું મકાન વર્તમાન પરિસ્થિતિમાં શોધવું. મહત્વની વાત છે કે પોલીસ કર્મચારીનું પગારધોરણ નીચું હોય છે અને તેમાં સાતથી આઠ હજાર રૂપિયા ઘરભાડું પોલીસ પરિવારના સભ્યોને કઈ રીતે પોસાય તે પણ એક સવાલ ઊઠે છે. તેથી પોલીસ પરિવારની માગણી છે તેમને નવા બનેલા આવાસોમાં મકાન ફાળવવામાં આવે છે. જેથી તેમણે પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી ન પડે.

અન્ય સમાચારો પણ છે...