તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય:સુરતના રાંદેરમાં બોલાચાલી બાદ મિત્રની લાત મારતાં યુવકનું મોત, પરિવારે મોતનું કારણ જાણવા ફોરેન્સિક પીએમની માંગ કરી

સુરતએક મહિનો પહેલા
રાત્રિના સમયે મિત્ર સાથે ઉભેલા યુવકને મિત્રએ લાત માર્યા બાદ યુવકનું મોત થયું હતું. (ફાઈલ તસવીર)
  • માતા પિતાના મૃત્યુ બાદ કાકા સાથે રહેતા યુવકનું મોત

રાંદેરના ઉગત ગામમાં બે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી થયા બાદ મિત્રએ મિત્રને લાત મારતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રાહુલ પટેલ રામા પેપર મિલનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. બાળપણમાં માતા-પિતાના મૃત્યુ બાદ રાહુલ નાના ભાઈ સાથે કાકાને ત્યાં રહેતો હતો. માર્ચમાં રાહુલના લગ્ન કરવાની વાત કરતા કાકા હસમુખભાઈએ ભત્રિજાના મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગ કરી છે.હાલ સમગ્ર મોતને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

યુવકના કાકાએ મોતનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમની માંગ કરી હતી.
યુવકના કાકાએ મોતનું કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમની માંગ કરી હતી.

યુવક ભાઈ સાથે હળપતિવાસમાં રહેતો હતો
રાહુલકુમાર મનોજભાઇ પટેલ (ઉ.વ.આ. 32) રહે. હળપતિવાસ ઉગતગામ રાંદેરના માર્ચમાં લગ્ન કરવાની વાત ચાલતી હતી. બાળપણમાં જ માતા-પિતાના મૃત્યુ બાદ રાહુલ નાના ભાઈ સાથે કાકા હસમુખભાઈ પટેલ સાથે રહેતો હતો. કાકા હસમુખભાઈ દુબઈમાં નોકરી કરે છે.વારંવાર વિદેશ જતા રહેતા કાકાને લઈ રાહુલ આખરે હળપતિવાસમાં 6 મહિનાથી રહેવા આવી ગયો હતો.

પોલીસે સમગ્ર મોત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે સમગ્ર મોત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

મિત્રએ આવેશમાં લાત માર્યા બાદ મોત થયું
ઘર નજીક ચાલતા જુગાર ધામ પર મિત્રો સાથે ઉભો હતો ત્યારે કોઈ વાત પર ભાવેશ સાથે બોલાચાલી થઈ હતી.ભાવેશે આવેશમાં આવી રાહુલને લાત મારતા રાહુલ જમીન પર પડી ગયા બાદ ઉભો ન થયો હતો. મિત્રો તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં યુવકને મૃત જાહેર કરાયો હતો.રાત્રે 11:10 ની ઘટના બાદ કાકા હસમુખભાઈને જાણ કરાઈ હતી.જેથી કાકાએ રાહુલની મોત નું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની દિશા માં કામગીરી હાથ ધરી છે. રાહુલના ઝઘડા અને મોત બાદ ભાવે નાસી ગયો હોવાની વાત સામે આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો