કાર્યવાહી:સરથાણા ફાયરિંગ કેસમાં કૌટુંબિક સાઢુભાઈની ધરપકડ, 2 હજી ફરાર

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 22મીએ મોર્નિંગ વોક પર નીકળેલા વેપારીને ગોળી મારી હતી

સરથાણામાં કાપડ વેપારી પર ફાયરીંગ થયાની ઘટનામાં પારિવારિક ઝઘડામાં પત્નીએ કૌટુંબીક સાઢુભાઇ પાસે ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલ્યા બાદ પોલીસે ફાયરિંગ કેસમાં એકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય 2ની શોધખોળ કરી રહી છે.22મીએ સરથાણાના શુકન બંગ્લોથી વાલકગામ રોડ પર શિવધારા સ્કાય લાઇટના ગેટ પાસે મોટર સાયકલ પર 2 અજાણ્યા લોકો આવી મોર્નિંગ વોક પર નીકળેલા હીરેન મોરડીયા પર ફાયરિંગ કરી દીધું હતું. પોલીસ તપાસમાં એક કાર શંકાસ્પદ હાલતમાં અવર જવર કરતી દેખાઈ હતી.

આ કાર માલિક અનીલ કાકડીયાની હોવાની બહાર આવ્યું હતું.પુછપરછ કરતા આરોપી અનીલ તથા ઇજા પામનાર હીરેનભાઇ મોરડીયાના કાકા સસરા કૌટુંબીક સાઢુભાઇ થતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અનીલ કાકડીયાએ આરોપી રાજુ કલેશ તથા લાલુ ઉર્ફે રણજીતને તોમર બતાવી ફાયરિંગ કરી ડરાવવાનુ કહ્યું હતું.

આરોપીએ 60 હજારની સોપારી આપી હતી
આરોપીને હિરેનના પત્ની અર્ચનાબેન સાથે મિત્રતા હોવાથી અને એકબીજા સાથે મોબાઇલ પર અવાર-નવાર વાત પણ થતી હોવાથી પતિ હીરેનભાઇના બીજા પુત્રના જન્મ બાદ ત્રાસ આપતા અને મારજુડ કરતા હોવાથી અનીલ કાકડીયાને પતિ હીરેનભાઇને સમજાવવા માટે કહ્યું હતું. જેથી આરોપી અનીલ કાકડીયાએ પોતાની રીતે હીરનભાઇને ડરાવવાનુ નક્કી કર્યું હતું.અનિલ ક્રીમ-સુરત ખાતે ફેક્ટરી ચલાવતા હતા. તે સમયે તેઓની ફેક્ટરી પર કામ કરતા રાજુ વાઘજીયા કલેશ તથા લાલુભાઇ ઉર્ફે રણજીત જામદરીયા તોમર બંન્ને (રહે-બયડી ફળીયુ, છોટી ઉતાવલી પો.સ્ટ. સીલોટા ઉમરાલી થાના-સંડવા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ) નો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ હીરેનભાઇને ડરાવવા માટે રૂ.60 હજારની સોપારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...