અરજી નામંજૂર:‘પત્નીએ લેવા બોલાવ્યો’ની ખોટી એફિડેવિટ, પતિને દંડ

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડાં બાદ પિયર જતી રહેલી પત્ની માટે સર્ચ વોરન્ટની અરજી નામંજૂર

ઝઘડાં બાદ પિયર જતી રહેલી પત્ની માટે સર્ચ વોરન્ટની અરજી કરનારા પતિની અરજી કોર્ટે નામંજૂર કરી પતિને 1 હજારનો દંડ કર્યો છે. પતિ તરફે ખોટી માહિતી કોર્ટને અપાઈ હતી. પતિનું કહેવું હતું કે પત્ની કહી રહી છે કે મને લઇ જાઓ. જે હકિકત ન હતી. કોર્ટે પત્નીની જુબાની લીધી તો તેનું કહેવું હતું કે તે માતા-પિતા સાથે રહેવા માગે છે.

તેણે પતિને કોઇ ફોન કર્યો જ નથી. સુરત રહેતા રાકેશના લગ્ન રાજસ્થાનની રમીલા સાથે થયા હતા. લગ્ન બાદ દહેજની માગણી શરૂ થઈ હતી. પતિએ દહેજનો સામાન પણ વેચી નાંખ્યો હતો. ઝઘડાઓ બાદ પત્ની પિયર રેહવા જતી રહી હતી. આથી પતિએ સર્ચ વોરન્ટની અરજી દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...